Ahmedabad માં ચોમાસા દરમ્યાન રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂ, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસો વધ્યા
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad) ચોમાસાના આગમનની સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસ વધવા લાગ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિલટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 1876 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ અગાઉના અઠવાડિયામાં 1776 દર્દીએ સારવાર લીધી છે. બીજી તરફ ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યૂ, ભારે તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
ટાઈફોઈડના આઠ કેસ આવ્યા
જેમાં ડેન્ગ્યુના ગત અઠવાડિયે 29 કેસ હતા, જે આ વખતે સીધા વધીને 125 થયા છે. મેલેરિયાના એક અઠવાડિયામાં આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે. વરસાદી સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, જેને પગલે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો થયો છે. સોલા સિવિલમાં ઝાડા ઉલટીને લગતા 31 કેસ આવ્યા છે, વાયરલ હિપેટાઈટિસમાં 10 દર્દીઓ આવ્યા છે.આ અઠવાડિયે ટાઈફોઈડના આઠ કેસ આવ્યા છે, અગાઉ છ દર્દી નોંધાયા હતા.
ડેન્ગ્યુના વધતા જતા કેસને પગલે સાવચેતી
આ દરમિયાન ડેન્ગ્યુના વધતા જતા કેસને પગલે રાજ્ય સરકાર સહિત તંત્રએ યોગ્ય પગલા લેવા સુચના આપી છે. આ સાથે રાજ્ય સરકાર અને નગરપાલિકાને ડેન્ગ્યુના કેસમાં વધારાને લઈને કોઈ પણ સમયે સતર્ક રહેવા જણાવ્યું છે. જેમાં રાજ્યના હોટ સ્પોટ સ્થળો ચકાસવા માટે સચોટ પગલા લઈને હોસ્પિટલ સંબંધિત સમગ્ર તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.