ટોપ ન્યૂઝનેશનલવેપારશેર બજાર

યુદ્ધના ભણકારાની અસર દલાલ સ્ટ્રીટ પર, Sensex નિફ્ટી પટકાયા

મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળાઈ અને ઈરાન ઇઝરાયેલમાં યુદ્ધના ભણકારાની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. જેના કારણે આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી ઘટીને ખુલ્યા છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના બંધની સરખામણીએ 1200 પોઇન્ટના ઘટાડા સાથે 79,700.77 પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે 24,289.55 પર ખુલ્યો હતો.

શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવું દ્રશ્ય

આ પહેલા શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 885.60 પોઈન્ટ ઘટીને 80,981.95 પર બંધ થયો. જ્યારે નિફ્ટી ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો.

2368 શેર ઘટ્યા હતા

જેમાં આશરે 442 શેર વધ્યા હતા જ્યારે 2368 શેર ઘટ્યા હતા અને 154 શેર યથાવત રહ્યા હતા. એપોલો હોસ્પિટલ્સ અને સન ફાર્મા નિફ્ટી પર મુખ્ય ગેનર બન્યા હતા. જ્યારે ટાઇટન કંપની, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં 499 પોઈન્ટનો જંગી ઘટાડો

બજાર ખુલ્યાની માત્ર 10 મિનિટની અંદર, પ્રારંભિક ઘટાડો વધુ વધ્યો જેના કારણે સેન્સેક્સ 1,585.81 પોઈન્ટ ઘટીને 79,396.14 ના સ્તરે, જ્યારે નિફ્ટી 499.40 પોઈન્ટ ઘટીને 24,218 ના સ્તર પર આવી ગયો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button