ભગવાન શિવના નામ પરથીરાખો તમારા લાડકવાયાનું નામ
ભારતવર્ષમાં પ્રાચીન કાળથી જ પોતાના બાળકોનાં નામ દેવી દેવતાઓના નામથી રાખવાનું ચલણ છે. આજના મોડર્ન યુગમાં પણ ઘણા લોકો આ પ્રકારના ધાર્મિક નામોની પસંદગી કરતા અચકાતા નથી. દેવી દેવતાઓના નામ પર નામ રાખવાનું એક કારણ એ પણ છે કે વ્યક્તિના નામનો પ્રભાવ એમના વ્યક્તિત્વ પર પડે છે.
સંસ્કૃતિ -અનંત મામતોરા
કોઈપણ વ્યક્તિના નામનો પ્રભાવ તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર પડે છે, એવી લોકમાન્યતા છે. આ કારણે લોકો તેમનાં બાળકોના નામ ખૂબ જ ધ્યાનથી રાખે છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી જ પોતાના બાળકોનાં નામ દેવી દેવતાઓના નામથી રાખવાનું ચલણ છે. આજના મોડર્ન યુગમાં પણ ઘણા લોકો આ પ્રકારના
ધાર્મિક નામોની પસંદગી કરતા અચકાતા નથી. દેવી દેવતાઓના નામ પર નામ રાખવાનું એક કારણ એ પણ છે કે વ્યક્તિના નામનો પ્રભાવ એમના વ્યક્તિત્વ પર
પડે છે.
એક સમય હતો જ્યારે જન્મ પછી પુત્ર કે પુત્રીનું નામ દાદા દાદી એટલે કે વડીલો રાખતા હતા, પરંતુ આજકાલ માતા-પિતા બાળક દુનિયામાં આવે તે પહેલા જ નામનો વિચાર કરી લે છે. ઘણીવાર બાળકના જન્મ સાથે જ તેના નામની ચર્ચા શરૂ થઈ
જાય છે.
ઘરમાં નાના મોટા દરેક જણ બાળકને પોતાની પસંદગીનું નામ આપવા માગે છે. ઘરમાં તો જાણે હરીફાઈ લાગી હોય તેમ નામની શોધખોળ થવા લાગે છે. જો કે, હિંદુ ધર્મમાં નામકરણ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, ૧૬ ધાર્મિક વિધિઓમાં, નામકરણ વિધિને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. તેથી, નામ ખૂબ કાળજી સાથે રાખવું જોઈએ.
હિન્દુ ધર્મમાં શંકર ભગવાન મહત્ત્વપૂર્ણ દેવતાઓમાંથી એક છે. ભગવાન
શિવના ઘણા નામ છે. જો તમે પણ
બાળકો માટે મોડર્ન જમાનામાં કોઈ
સારું અને યુનિક નામ શોધી રહ્યા છો,
તો તેમનાં ઘણાં નામોમાંથી એક પસંદ કરી શકો છો.
શંકર ભગવાન સાથે સંકળાયેલા કેટલાક આધુનિક બાળકોના નામ
રુદ્ર : ભગવાન શિવ સાથે સંકળાયેલું એક નામ જે ઉગ્રતા દર્શાવે છે.
મૃત્યુંજય: ભગવાન શિવને મૃત્યુંજય તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને પીને ભગવાન શિવે મૃત્યુ પર વિજય મેળવ્યો હતો. આ નામનો અર્થ એ છે મૃત્યુને દૂર કરી જીતવાવાળો.
અભિરામ : સ્નેહ પર ગર્વ કરનારો.
પ્રણવ: બ્રહ્માંડમાં ઓમને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પ્રણવની ઉત્પત્તિ પણ ઓમમાંથી જ માનવામાં આવે છે. આ નામમાં ભગવાન શિવ ઉપરાંત બ્રહ્મા અને વિષ્ણુ પણ આવે છે. તેથી જ આ નામમાં ત્રિદેવોના ગુણો શામેલ છે.
ભાવેશ : વિશ્ર્વનો સ્વામી
અભિરામ: અભિરામ ભગવાન શિવનાં અનેક નામોમાંથી એક છે. અભિરામ નામનો અર્થ થાય છે આત્માથી સુખી થવું.
અનિકેત: અનિકેત એટલે બધાનો સ્વામી.
પુષ્કર: મહાદેવને પુષ્કર પણ કહેવામાં આવે છે. તે ભારતના એક તીર્થસ્થળનું નામ પણ છે. પુષ્કર નામના ધાર્મિક મહત્ત્વની સાથે તેને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. આ નામનો અર્થ પાલનહાર છે.
આરવ – ભગવાન શિવનું શાંતિપૂર્ણ સ્વરૂપ દર્શાવતું નામ
આદિવ: જે સૌથી પ્રથમ હોય અથવા સૌથી મહત્ત્વપૂર્ણ. તે ભગવાન શિવની પ્રાથમિક સ્થિતિ જણાવે છે.
ઇશાન : ભગવાન શિવનું એક નામ
ક્ષિતિજ : જ્યાં ધરતી અને આકાશનું મિલન થાય છે. આ નામ શંકર ભગવાનની વિશાળતા દર્શાવે છે.
અભય : જેને કોઈનો ડર નથી
રુદ્રાંશ : આ નામ શિવ અને અંશ સાથે જોડાયેલું છે.
વ્યોમકેશ-વ્યોમ એટલે આકાશ અને
કેશ એટલે વાળ. આ નામ શિવ સાથે સંકળાયેલું છે.
પ્રણવ- કહેવાય છે કે ‘ઉ’ થી પ્રણવની ઉત્પત્તિ થઈ છે અને આ નામ ભગવાન શિવ સાથે સંબંધિત છે.
પુષ્કર: આ નામનો અર્થ પણ
મહાદેવ એટલે કે ભગવાન શિવ સાથે સંકળાયેલ છે.
અવશાંત: આ નામનો અર્થ છે હંમેશાં જીતવાની ઇચ્છા રાખનારો.