નેશનલ

100થી વધુ એરપોર્ટસના મરમ્મત માટે 796 કરોડ રુપિયાના કરાયો ખર્ચ

નવી દિલ્હીઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ)એ ગત નાણાકીય વર્ષમાં ૧૦૧ એરપોર્ટના સમારકામ અને જાળવણીના કામો પાછળ લગભગ ૨૦ ટકા વધુ ૭૯૬ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનું સત્તાવાર માહિતીમાં સામે આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી એરપોર્ટ પર આ પ્રકારની પ્રવૃતિઓ માટે એએઆઇનો ખર્ચ વધી રહ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર માર્ચ ૨૦૨૪માં પૂર્ણ થયેલા છેલ્લા નાણાકીય વર્ષમાં આ રકમ વધીને રૂ. ૭૯૫.૭૨ કરોડ થઇ હતી, જે ૨૦૨૨-૨૩માં રૂ. ૬૬૩.૪૨ કરોડ હતી. ૨૦૨૧-૨૨માં સમારકામ અને જાળવણીના કામો પાછળનો ખર્ચ રૂ. ૫૩૫.૦૨ કરોડ હતો. ડેટા મુજબ ૧૨૧ એએઆઇ એરપોર્ટ માટે ખર્ચના આંકડા આપવામાં આવ્યા છે અને તેમાંથી ૨૦ એરપોર્ટ માટે આ સંદર્ભે કોઇ પૈસા ખર્ચવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ ફનલ ઝોનના વિસ્તારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત જાહેર કરો: સાંસદ ગાયકવાડ

૨૮ જૂનના રોજ વરસાદ દરમિયાન દિલ્હી એરપોર્ટના ટર્મિનલ ૧ડી પર ફોરકોર્ટ કેનોપી તૂટી પડતા એરપોર્ટની ઇમારતોની જાળવણી અંગેની ચિંતાઓ વધી હતી. ઉપરાંત ૨૭ જૂને જબલપુર એરપોર્ટ પર અને ૨૯ જૂને રાજકોટ એરપોર્ટ પર ટેન્સાઇલ ફેબ્રિકથી બનેલી કર્બ એરિયા કેનોપી ફાટી ગઇ હતી.

રાજ્યસભામાં ૨૯ જુલાઇના રોજ એક લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે તમામ એરપોર્ટ ઓપરેટરોને એરપોર્ટ બિલ્ડીંગ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું થર્ડ-પાર્ટી ઓડિટ હાથ ધરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ રાખવાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળે

તેમણે જણાવ્યું હતું કે તમામ એરપોર્ટ ઓપરેટરોને દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલાં છતની ચાદરની રચનાની ડિઝાઇન, વિશિષ્ટતાઓ અને કારીગરી સહિત, બિલ્ડિંગના તમામ સિવિલ, ઇલેક્ટ્રિકલ અને તકનીકી પાસાઓનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે પણ નિર્દેશિત કરવામાં આવ્યા છે.

એએઆઇ અને જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) ભાગીદારોએ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ના સમયગાળા માટે રૂા. ૯૧,૦૦૦ કરોડથી વધુના મૂડી ખર્ચની યોજના બનાવી છે. આ રકમ વિવિધ એરપોર્ટના વિકાસ, અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…