Gujarat માં વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં 50,298 GSTIN નંબર રદ
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat)ઉદ્યોગ સાહસિકતાને પગલે વર્ષોથી નવી કંપનીઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે ખોટા રજીસ્ટ્રેશનની વધતી જતી ઘટનાઓને કારણે વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. તેવા સમયે રાજ્યમાં ઘણા GST ઓળખ નંબરો (GSTIN)પણ રદ થયા છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં 50,298 GSTIN રદ થયા છે.
વ્યવસાયો બંધ થયા છે અથવા તો મર્જ થયા
આ નાણાકીય વર્ષ 2024 ના સમગ્ર સમયગાળામાં રદ કરાયેલા કુલ GSTIN ના 53.72 ટકાનો સમાવેશ થાય છે.
ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધી, 93,613 GSTIN રદ કરવામાં આવ્યા હતા.રાજ્યના SGST વિભાગના ડેટા અનુસાર તેમાંથી 29,110 વ્યવસાયો સંબંધિત એકમની અરજી વ્યવસાય બંધ થતા કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે વ્યવસાયો બંધ થયા છે અથવા તો મર્જ થયા છે. આ પ્રકારના વિવિધ કારણો સાથે ગુજરાતમાં 2024-25માં જૂન સુધી કુલ 50,298 વ્યવસાયના જીએસટી રજીસ્ટ્રેશન રદ કરાયા છે.
રિટર્ન ફાઇલ ન કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડે છે
સૂત્રોએ જણાવ્યું કે, લોકો ઘણીવાર સારા વેપારની અપેક્ષા રાખીને સ્વેચ્છાએ GSTIN મેળવે છે. અમુક કિસ્સાઓમાં, વસ્તુઓ કામ કરતી નથી અને આવા વેપાર અથવા વ્યવસાયને વારંવાર રિટર્ન ફાઇલ ન કરવા બદલ ભારે દંડનો સામનો કરવો પડે છે. પરિણામે ઘણાએ તેમના GSTIN સરન્ડર કર્યા છે. SGST વિભાગના એક સૂત્રએ જણાવ્યું હતું.
આર્થિક રીતે પગભર નથી થઈ શકતા વ્યવસાય બંધ કરે છે
આ દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષોમાં મર્જર, એક્વિઝિશન અને કોન્સોલિડેશન મોટા પાયે થયાં હતાં. જેના કારણે GSTIN સરન્ડર કરવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો ચોક્કસ ક્ષેત્રોમાં આર્થિક રીતે પગભર નથી થઈ શકતા તે પણ વ્યવસાયો બંધ કરી દે છે.