નેશનલ

‘અમિત શાહ એ બધાના દુશ્મન છે જે દેશના દુશ્મન છે’, જાણો કોણ બોલ્યું આમ….

ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. આ અફઘાન શાસકે પાણીપતના યુદ્ધમાં મરાઠાઓને હરાવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના આાવા નિવેદનો બાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છેકે અમિત શાહ એ બધાના દુશ્મન છે જે દેશના દુશ્મન છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે અને હિન્દુઓને સતત નુકસાન પહોંચાડીને બાળાસાહેબ ઠાકરેના આત્માને ઠેસ પહોંચાડી રહ્યા છે.

શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહાર કરતા તેમને અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલીના ‘રાજકીય વંશજ’ ગણાવ્યા હતા. પુણે ખાતે પાર્ટીના કાર્યકરોને સંબોધતા તેમણે ભાજપ પર રાજકીય પક્ષોમાં વિભાજન કરીને “પાવર જેહાદ” માં સામેલ થવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઠાકરેએ કહ્યું હતું કે અહેમદ શાહ અબ્દાલી પણ શાહ હતો અને અમિત શાહ પણ શાહ છે. નવાઝ શરીફ સાથે બેસીને કેક ખાતા અમિત શાહ અમને હિન્દુત્વ વિશે શીખવે છે.

ભાજપના મતે અમે ઔરંગઝેબની ફેન ક્લબ છીએ છીએ. જો મુસ્લિમો અમારી સાથે છે તો અમે તેમને અમારું હિંદુત્વ સમજાવ્યું છે. તમે જે કરી રહ્યા છો તે પાવર જેહાદ છે, એમ પાર્ટીના કાર્યકરોને સંબોધતા આવો આક્ષેપ તેમણે કર્યો હતો. ઠાકરેએ મુખ્યપ્રધાન લાડકી બહેન યોજનાની પણ નિંદા કરી હતી અને તેમના પર ફ્રી રેવડી આપવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે તાજેતરમાં અમિત શાહે એક ભાષણ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા. 26/11ના આતંકવાદી હુમલાના દોષી અજમલ કસાબને ‘બિરયાની’ પીરસનારાઓ સાથે જોડાણ કરવા બદલ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની આકરી ટીકા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઠાકરે એ લોકો સાથે છે જેઓ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બ્લાસ્ટના દોષી યાકુબ મેમણ માટે માફીની માંગ કરી રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button