IND vs SL 2nd ODI: શ્રીલંકાએ ટોસ જીતી આ નિર્ણય કર્યો; ટીમમાં આ ખેલાડીઓની એન્ટ્રી
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરીઝની બીજી મેચ (IND vs SL 2nd ODI) આજે રવિવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમી રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. કામિન્દુ મેન્ડિસ અને જેફરી વેન્ડરસેને તક મળી. ભારતના પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર થયો નથી. સિરીઝ હાલમાં 0-0 થી બરાબર છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી.
ભારતના પ્લેઈંગ 11:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
શ્રીલંકાનો પ્લેઈંગ 11:
પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, દુનિથ વેલાલાગે, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, જેફરી.
શ્રીલંકાના સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગા ડાબા હાથમાં ઈજાના કારણે ODI શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને જેફરી વેન્ડરસેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
રવિવારે કોલંબોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વરસાદથી મેચ પર વધુ અસર થવાની સંભાવના નથી, પરંતુ આ મેચ પણ લો સ્કોરિંગ હશે તેવી અપેક્ષા છે.