મનોરંજન

Box Office Collections: અજય દેવગન, તબ્બુ અને જહ્વાવી કપૂરે નિરાશ કર્યા બૉક્સ ઑફિસને

એકાદ બે સારી ફિલ્મોએ કમાણી કરતા કોરોનાની મહામારી બાદ ફરી ઊભું થયેલું બોલીવૂડ એક સુપરહીટ ફિલ્મની રાહ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યું છે, પરંતુ નિર્માતાઓના હાથે નિરાશા જ આવે છે. આ અઠવાડિયે પણ બે સારા બજેટ અને સારા સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ બન્નેએ બૉક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ કરી નથી.

પહેલા વાત કરીએ જહ્વાવી કપૂર અને ગુલશન દેવરીયાની ઉલઝની તો ફિલ્મની શરૂઆત ખૂબ જ નબળી રહી. પહેલા દિવસે ફિલ્મએ માત્ર 1.7 કરોડનું કલેક્શન કર્યું છે. નિર્માતાઓ 1.37 કરોડનો દાવો કરી રહ્યા છે. તો બીજા દિવસે એટલે કે શનિવારે પણ ફિલ્મનું કલેક્શન ,રૂ. 1 કરોડ આસપાસ જ રહ્યું છે. આજે રવિવારે વધીને દોઢ કે બે કરોડ રૂપિયા સુધી ફિલ્મ માંડ પહોંચી શકશે, તેમ માર્કેટના અહેવાલો જણાવી રહ્યા છે.

બીજી બાજુ અજય, તબ્બુ અને નિરજ પાંડેની ફિલ્મ ઔરોં મે કહાં દમ થા…એ પણ પ્રેક્ષકો અને નિર્માતાઓને નિરાશ જ કર્યા છે. મેચ્યોર લવસ્ટોરી એવી આ ફિલ્મ રૂ. 100 કરોડના ખર્ચે બની હોવાનું માનવામાં આવે છે, પરંતુ ફિલ્મની ઑપનિંગ તો માત્ર 1.85 કરોડ સાથે થઈ ને શનિવારે પણ ફિલ્મ 2.15 કરોડનો જ બિઝનેસ કરી શકી. આ ફિલ્મે બાય વન ગેટ વન ફ્રી એટલે કે એક ટિકિટના ભાવમાં બે ટિકિટની ઑફર પણ આપી હતી, છતાં પ્રેક્ષકોને થિયેટર સુધી ખેંચવામાં નબળી સાબિત થઈ છે.

બન્ને ફિલ્મોના આજના કલેક્શન મામલે પણ માર્કેટ એક્સપર્ટ ખાસ કોઈ આશ લગાવીને બેઠા નથી ત્યારે હવે 15મી ઑગસ્ટે રિલીઝ થનારી પાંચ ફિલ્મો પર સૌને મદ્દાર છે.

આ પણ વાંચો : Happy Friendship Day: આ છે બોલીવૂડના બેસ્ટ ફ્રેન્ડ્સ, જેના વિશે આપણે ઓછું જાણીએ છીએ

છેલ્લે અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મ Kalki 2898 AD એ પહેલા દિવસે રૂ. 21 કરોડનું જમ્બો ઑપનિંગ મેળવ્યું હતું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…