આમચી મુંબઈટોપ ન્યૂઝ

1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો

મુંબઈ 1993 બોમ્બ બ્લાસ્ટ કેસના દોષી અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમને શનિવારે કડક સુરક્ષા હેઠળ ટ્રેન દ્વારા દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો હતો. મનમાડ સ્ટેશન પર ઉતર્યા બાદ તેને પોલીસ વાનમાં નાસિક રોડ સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો. મુંબઈ 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાડા કોર્ટે તમામ દોષિતો પર પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં આઝમગઢ જિલ્લાના સરયમીરના રહેવાસી માફિયા અબુ સાલેમને આજીવન કેદ અને શિવરાજપુરના રિયાઝ સિદ્દીકીને દસ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. અબુ સાલેમ પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

સાલેમને મનમાડ લાવવામાં આવી રહ્યો હતો એ માહિતી પોલીસથી ગુપ્ત રાખવામાં આવી હતી, પરંતુ પોલીસની વચ્ચે સાલેમ ટ્રેનમાંથી નીચે ઉતર્યો કે તરત જ તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જો અહેવાલોનું માનીએ તો, તેને દિલ્હીથી નવી દિલ્હી-બેંગ્લોર-કર્ણાટક એક્સપ્રેસ દ્વારા મનમાડ લાવવામાં આવ્યો હતો. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ સાલેમ પોલીસની કારમાં લઇ જવામાં આવ્યો હતો. તેનો વીડિયો પણ વાયરલ થયો છે.

આ પણ વાંચો ; અબુ સાલેમે જેલ ટ્રાન્સફરને હાઇ કોર્ટમાં પડકારી: જીવને જોખમ હોવાનો કર્યો દાવો

મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 257 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા. કોર્ટે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટોથી આતંક મચાવનારા અન્ય દોષિતો તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે કરીમુલ્લાહને આજીવન કેદ અને રિયાઝ સિદ્દીકીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મુંબઈના બિલ્ડર પ્રદીપ જૈન અને તેના ડ્રાઈવર મહેંદી હસનની 1995ની હત્યાના કેસમાં 25 ફેબ્રુઆરી 2015ના રોજ સ્પેશિયલ ટાડા કોર્ટે સાલેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 1993ના મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં દોષિત સાલેમને લાંબી કાનૂની લડાઈ બાદ 11 નવેમ્બર, 2005ના રોજ પોર્ટુગલમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…