આપણું ગુજરાત

ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યોઃ 45 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારે 45 તાલુકામાં મેઘ મહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં 230 તાલુકામાં વરસાદ વરસયો હતો. જોકે વરસાદની ગતિ થોડી મંદ પડી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદની શક્યતા છે.

દરમિયાન આજે સવારે રાજ્યના 45 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસયો છે. જેમાં મેંદરડાનાં 13 મિમી, બહુચરાજીમાં 10 મિમી, મહેસાણામાં નવ મિમી, કુંકાવાવમાં નવ મિમી, વાંસદામાં આઠ મિમી બારડોલી અને કપરાડામાં સાત-સાત મિમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 230 તાલુકમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 તાલુકમાં મેઘ મહેર થઈ છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 6.25 ઈંચ, કપરાડા, ડોલવાન અને ધરમપુરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જ ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં સરેરાશ 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં શહેરમાં શનિવારે મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. દરમિયાન રામોલમાં ત્રણ ઈંચ, મણિનગર અને વટવામાં બે-બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાત બોડકદેવ, સાયન્સ સીટી, ગોતા અને ચાંદલોડિયા સહિંત શહેરના અનેક વિસ્તારોમાં નોધપાત્ર વરસાદ નોંધાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ…