ઉજ્જૈન: મહાકાલની નગરી ઉજ્જૈનમાં નિર્ભયાકાંડ જેવી જ ઘટના બની છે. ઉજ્જૈનના બદનગર રોડ પર દાંડી આશ્રમ પાસે 12 વર્ષની બાળકી પર બળાત્કાર કરીને ફેંકી દેવામાં આવી હતી. શહેરના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારના મુરલીપુરામાં બળાત્કારનો ભોગ બનેલી બાળકી અર્ધ બેભાન જેવી હાલતમાં મળી આવી હતી. બાળકી બહુ મુશ્કેલીથી બોલી શકી. તેના કપડામાંથી લોહી ટપકતું હતું. તે અર્ધ-નગ્ન અવસ્થામાં અહીં-ત્યાં ભટકતી હતી. ત્યારે તેને બાલવાનું પણ ભાન નહોતું તે માંડ માંડ બોલી શકતી હતી. અત્યારે બાળકીની સ્થિતિ એકદમ નાજુક છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ઈન્દોર રીફર કરવામાં આવી જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.
CCTV ફૂટેજમાં 12 વર્ષની પીડિત બાળકી લોહી વાળા કપડામાં ભટકતી જોવા મળી હતી. જ્યાં તેણે એક વૃદ્ધ સાથે વાત પણ કરી હતી. તેની ભાષા પરથી તે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની હોય તેવી શક્યતાઓ છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં એસપીએ કહ્યું હતું કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે. ટેકનિકલ અને ભૌતિક પુરાવાના આધારે ટૂંક સમયમાં આરોપીઓની શોધ કરવામાં આવશે. બાળકીની મેડિકલ તપાસ બાદ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસ સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈને આ મામલે કોઈ માહિતી હોય તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ક્યાં બની હતી તે હજુ તપાસનો વિષય છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર 12 વર્ષની બાળકી પર બળાત્કાર થયો હતો અને તેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટને ગંભીર નુકસાન થયું હતું. વધુ પડતું લોહી વહી જવાને કારણે બાળકીની હાલત નાજુક થઇ ગઈ હતી. ત્યારે પોલીસકર્મીઓએ તેનું રક્તદાન કરીને મદદ કરી હતી.
ઉજ્જૈન એસપીએ આ સમગ્ર મામલે SITની રચના કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી અજાણ્યા આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે. બાળકી કંઈ જવાબ આપી શકતી ન હોવાને કારણે ઘટના ક્યાં બની તે જાણી શકાયું નથી. હાલ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
Taboola Feed