ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

મધ્યપૂર્વમાં યુદ્ધના ભણકારા, હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર રોકેટમારો કર્યો

બૈરુત: લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક કટ્યુષા રોકેટ લોન્ચ કર્યા હતા. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં હુમલાઓની આ હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલમાં બીટ હિલેલ પર તાજેતરનો આ હુમલો, , લેબનોનમાં કેફાર કેલા અને ડીર સિરિયાન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં હતો, જેમાં લેબનનના નાગરિકોને ઇજા પહોંચી હતી.

ઇઝરાયેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે લેબનનથી ફાયર થયેલા રોકેટને હવામાં જ તોડી પાડવા સામે ફાયરિંગ કર્યું હતું.

ઈરાને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે લેબનોનનું તેહરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ ઈઝરાયલની અંદર અટેક કરે અને ઈઝરાયેલે હિઝબોલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કર્યા પછી હુમલા હવે લશ્કરી લક્ષ્યો સુધી મર્યાદિત રહેશે નહીં.

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે “ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને તેમના બહાદુર અને સન્માનજનક પ્રતિકારના સમર્થનમાં, અને (લેબનનના) દક્ષિણી ગામો અને સલામત ઘરો પર ઇઝરાયેલી દુશ્મનના હુમલાના જવાબમાં, ખાસ કરીને કાફ્ર કિલાના ગામોને નિશાન બનાવનારા હુમલાઓના જવાબમાં, ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઝનેક કટ્યુષા રોકેટ સાથે પ્રથમ વખત રોકેટકર્યો હતો. ”

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ?