ઉત્સવ

ગૂગલનું જેમિની : ઓપન પ્લેટફોર્મની નવી દિશા

ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ

ગૂગલ સર્ચના ફિચર્સ અપડેટ થયા ત્યારે એવું લાગતું હતું કે સર્ચને એક જુદી રીતે કસ્ટ્માઈઝ કરી શકાશે, પણ એના કરતાં ક્યાંક અલગ અને સાવ જૂદું કં ગૂગલ પનીએ અમલમાં મૂક્યું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ઘણી બધી કંપનીઓ પોતાની અનુકૂળતા અનુસાર એક નવી પહેલ સાથે સુગમતાનો બ્રિજ બનાવી રહી છે. જાણીતી ટેક કંપની ગૂગલનું ‘જેમ્મા’ જ્યારે સર્ચ ટૂલ સાથે લઈને આવ્યું ત્યારે ઘણા બધા લોકોને એવી આશા હતી કે કંપની તેની કક્ષા કરતાં કંઈક મોટું લાવશે. આવું જ ઈમેજ સર્ચ વખતે ટૅકનોલૉજી નિષ્ણાંત માની રહ્યા હતા. ગૂગલ કંપનીએ ઓપન પ્લેટફોર્મ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘જેમ્મા-જેમિની’ની જાહેરાત કરી પછી ઘણી બધી ફોન કંપનીઓ પણ એની સાથે ટાઇ અપ કરવા માટે સજ્જ બની છે.

ગૂગલે એના નવા AI મોડલની જે જાહેરાત કરી છે, જે Gemma 2 (જેમ્મા) બેનર હેઠળ નવું ઓપન સોર્સ AI મોડલ છે. જેમ્મા 2 2B એ કોમ્પેક્ટ, પરંતુ એ વધુ કાર્યક્ષમ ભાષા મોડેલ છે. એ ટેક્સ્ટ જનરેશન, ટ્રાન્સલેશન અને પ્રશ્ર્નના જવાબ જેવા કામ કરવા પાવરફુલ છે. કંપની દાવો કરે છે કે તેના મોડ્યુલના નાના કદ હોવા છતાં, જેમ્મા 2B સ્પીડ અને વાતચીતના સંદર્ભમાં ChatGPT 3.5 સહિત તેના મોટા હરીફોને પાછળ રાખી દે છે. ઇનપુટ પ્રોસેસ ઉપર ફટાફટ કામ કરીને ડેટા પ્રોસેસિંગ થકી આઉટપુટ આપનારી આ સિસ્ટમ એવી છે કે એમાં પ્રોસેસિંગ સ્પીડ કરતાં રિઝલ્ટની ચોકસાઈ વધારે અસર કરે છે. જેમ્મા2Bની સાથે ગૂગલે નવા AI ટૂલ્સ, ShieldGemma અને Gemma Scope પણ રજૂ કર્યા છે, જે સુરક્ષા અને પારદર્શિતાને પ્રાથમિકતા આપતી વખતે AI ક્ષમતાઓને વધારવા માટે સપોર્ટ કરે છે.

નવા ફિચર્સનું મુખ્ય આકર્ષણ એ છે કે ૨ બિલિયન પેરામીટર્સ હોવા છતાં, તે GPT-3.5 કેટેગરીના ઘણા મોટા મોડલને પાછળ રાખી દે છે. સ્પિડ ઉપરાંત મોડલ ડિવાઇસથી લઈને પાવરફુલ ક્લાઉડ પ્લેટફોર્મ્સ સુધીના હાર્ડવેરની વિશાળ શ્રેણી પર કાર્યક્ષમ રીતે ચાલી શકે છે. આ વર્સેટિલિટી મોડેલને શૈક્ષણિક સાધનો, પર્સનલ યુઝ અને એપ્લિકેશન્સની વિશાળ શ્રેણી માટે ઍક્સેસિબલ-સુલભ બનવાની મંજૂરી આપશે. કંપનીના મત પ્રમાણે બધું બરોબર રહ્યું તો એ દિવસ દૂર નથી કે પ્લે સ્ટોર સાથે સાથેAIનું ફિચર્સ પણ કંઈક અલગ રીતથી વાપરવા મળશે. આમ તો એ AI ના ઘણા બધા ફિચર્સ વેબસાઈટ ઉપર પ્રાપ્ત હોવા છતાં મોબાઇલમાં ઓપ્શન તરીકે આવે એ વધારે સરળ રહે છે.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા એપ્લિકેશન વૉટ્સઍપ પર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફિચર જોડાઈ જતા સામાન્ય માહિતી હાથવગી બની છે. કંપનીએ જ્યારે આ ફિચર્સ પર ટેસ્ટ શરૂ કરી એ સમયે ઘણા બધા ડેટાબેઝની મદદ લીધી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રીડી મોડેલ સાથે આવતા ફોટોગ્રાફમાં ઘણી બધી ક્રિયેટિવિટી જોવા મળી છે. એ રિયલીસ્ટિક-વાસ્તવિક ન હોવા છતાં એટલું સરસ ચિત્ર બનાવી આપે કે જાણે ડિજિટલ નગરીયામાં કોઈ અલગ દુનિયા ઊભી થઈ હોય.

શિલ્ડ ફિચરથી કંપનીએ એપ્લિકેશનના ઉપયોગ પહેલા જ એક એવી સુરક્ષા દીવાલ ચણી નાખી. ખાસ કરીને માહિતીને લઈને કેટલાક હુમલાઓથી અને ઓડિયો કોપીકેટ્સથી બચવા માટે કંપની સુરક્ષાના શિલ્ડ તૈયાર કરી રાખે છે. સામાન્ય રીતે જ્યારે પણ નવું ફિચર માર્કેટમાં આવે એ પહેલાં ઘણા બધા માપદંડમાંથી પસાર થાય છે.

એક સામાન્ય અપડેટ કેટલી મોટી મુશ્કેલી ઊભી કરી શકે એ માઈક્રોસોફ્ટ સાથે બનેલી તાજી દુર્ઘટનામાં દુનિયાએ જોયું. કંપનીએ પણ આ ઘટનામાંથી અમુક અંશે બોધપાઠ લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નવું ફિચર તૈયાર કર્યું છે. સિક્યુરિટીની આ અપડેટ કોઈ સામાન્ય અપડેટ નથી. એન્ટિવાયરસ પ્રોગ્રામની અંતિમ તારીખથી લઈને સ્કેનિંગ પ્રોસેસ સુધી બધી જ વિગત સર્વર સુધી પહોંચાડી શકે એટલું કાર્યક્ષમ છે. કંપની ત્યાં સુધી કહે છે કે વાઈરસને લઈને કોઈ મોટા હુમલા આ ફીચર પર નહીવત્ કહી શકાય એટલા અસર કરશે. ટૅકનોલૉજી પર રિસર્ચ કરનારા વિદ્યાર્થીઓ તેમ જ ટેક એક્સપોર્ટ લોબી માટે આ આશીર્વાદ સમાન રહેશે.

બહુ શરૂઆતથી ગૂગલ પર લોકોએ ખૂબ જ ભરોસો મૂક્યો એ માફક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ઉપર પણ લોકો વ્યવસ્થિત પણે વિશ્ર્વાસ મૂકી શકે એ કંપનીનો હેતુ છે.. Gemma 2 2B મોડલને Kaggle, Hugging Face અને ટયિયિંડ્ઢ અઈં મોડલ ગાર્ડન જેવા પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાય છે. વધુમાં, મોડલનું Google A સ્ટુડિયો અને Google Colabપર પરીક્ષણ કરી શકાય છે.

આઉટ ઑફ ધ બોક્સ
૯ ઑગસ્ટ ૧૯૯૧ના દિવસે પહેલીવાર એક ઈ-મેલ અવકાશમાં મોકલાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભીંડાનું પાણી પીવાના ફાયદા ચહેરા પરની ચરબી ઓછી કરવી છે? સરસ મજાના મોન્સૂનના દિવસો ચાલી રહ્યા છે, મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે…