ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી ને શમી ઓગસ્ટ મહિને
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી
ઓગસ્ટ મહિનો અનેક રીતે ખાસ હોય છે. ‘સ્વાતંત્ર્ય’ ને પૂર્વ શરત ગણીને ખપી જનારાઓને યાદ કરવાનો મહિનો છે ઓગષ્ટ, કેટલાય મુક્તિ સંગ્રામોના બીજ આ માહિનામાં રોપાયા હતા. અધ્યાત્મિક અંતરદશા વિકસાવતો શ્રાવણ પણ ઓગષ્ટે દસ્તક આપે છે એટ્લે ખાસ તો છે જ. વાત ૧૯૪૨ના ઓગષ્ટની કરીએ તો ગાંધીજી તેમના સાથીદારો સાથે ‘પૂર્ણ સ્વરાજ’ માટે સૌથી ઉત્તમ નારા વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે કોઈએ ‘ગેટ આઉટ’ સૂત્ર સૂચવ્યું, પરંતુ ગાંધીજીએ એ નકાર્યું કારણ કે, તેમાં ઉદ્ધતાઈ હતી. રાજગોપાલાચારીએ ‘રિટ્રીટ’ અથવા ‘વિથડ્રો’નું સૂચન કર્યું. એ પણ ના સ્વીકારાયું. ત્યાર પછી યુસુફ મહેરઅલીએ નમ્રતાપૂર્વક રજૂઆત કરી, ‘ક્વિટ ઈન્ડિયા’ અને ગાંધીજીએ જવાબમાં કહ્યું: આમીન. આ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ‘ઓગષ્ટ મૂવમેન્ટ’ તરીકે સૂચિત થઈ હતી. એ વખતે કચ્છી સપૂત યુસુફની ઉંમર હતી, માંડ ૩૯ વર્ષ. આમ, આ ઓગષ્ટ મહિનામાં જ ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી અને શમી.
બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થવા સમગ્ર રાષ્ટ્રે સ્વાતંત્ર્યની ચળવળ ચલાવી. ત્યારે તો ગાંધી-નહેરુ-સરદાર કે સુભાષ જેવા પ્રખર નેતાઓ હોવાથી સમગ્ર રાષ્ટ્રને એક છત્ર નીચે રાખી શકાયું. એ સિવાયના પણ અનેક નામી અનામી હસ્તીઓએ ઝંપલાવ્યું જેની નોંધ વર્તમાન લે તે જરૂરી છે. પરંતુ સ્વાતંત્ર્ય મળ્યા પછી પણ સ્વાતંત્ર્યની ચળવળ શરૂ જ રહી, એ હતી રાજ્યોની પરસ્પર મુક્તિની ચળવળ.
સંસદમાં મહારાષ્ટ્ર, મુંબઈ, કચ્છ-સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતના દ્વિભાષી રાજ્યનો ઠરાવ સ્વીકારાયો તે જ દિવસે એટલે કે ૭ ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદની લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી; વિદ્યાર્થીઓએ સ્વયંભૂ દેખાવો શરૂ કર્યા તેના જવાબમાં પોલીસે ગોળીબાર કરતાં ચાર વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તેથી જનતાનો રોષ ફાટી નીકળ્યો અને દેખાવોએ મહાગુજરાત આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું અને ૧લી મે ૧૯૬૦ નાં ગુજરાત અલગ રાજ્ય બન્યું.
મહાગુજરાત આંદોલન અમદાવાદમાં શરૂ થયું. અહીં તો ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રબોધ રાવળ, દિનકર મહેતા, જયંતિ દલાલ જેવાઓનું પ્રખર નેતૃત્વ હતું અને હરિહર ખંભોળજા જેવા વિદ્યાર્થી નેતાઓ પણ ભળ્યા, જેમણે સ્વસ્થ સંચાલન કરી બતાવ્યું. તેનો ઝડપી પ્રભાવ તેની આસપાસના વિસ્તારોમાં પડ્યો. સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણા વગેરે જિલ્લાઓમાં તેની વીજળી જેવી અસર પડી. પરંતુ દૂરના જિલ્લાઓમાં, ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં ઓછી અસર રહી. મહદ અંશે કચ્છ શાંત અને નિષ્ક્રિય પ્રદેશ રહ્યો છે. વાહનવ્યવહારના અભાવે બહારના પ્રભાવોની અસર કચ્છમાં ઓછી અનુભવાતી. આથી તે મુક્તિ સંગ્રામ ખાસ પોતાનું નામ કરી શક્યું નથી પરંતુ કચ્છી સપૂતોએ સાતે કોઠા વિંધ્યા છે. પરંતુ ત્યારે કચ્છમાં એક યુવા નેતા આ પ્રભાવ ઝીલવા સક્ષમ બન્યા હતા. તે હતા પ્રાણલાલ શાહ. તરુણાવસ્થાથી વિવિધ ચળવળોમાં નેતૃત્વ લેનારા પ્રાણલાલ કચ્છમાં ઇન્દુચાચાના પ્રતિનિધિ હતા તેમ જ કહી શકાય.
અભ્યાસુઓનાં મત એવા છે કે, આ ચળવળમાં મુંબઈના મરાઠી ભાષી સૂત્ર ‘આમચી મુંબઇ’ સામે ગુજરાતી ભાષામાં ‘ગુજરાત મોરી રે’ સૂત્રોચ્ચારથી વારંવાર હિંસક અથડામણો થયેલ હતી. ચળવળ દરમિયાન જો કચ્છમાં પણ રૂએય વલ્લો મુંજો કચ્છડો’ નાં સૂત્રોચ્ચાર થયા હોત તો કચ્છને પણ અલગ રાજયની રચના માટેના આંદોલનને વેગ મળ્યો હતો. આજે કદાચ કચ્છ એક અલગ રાજ્ય તરીકે સ્થાપના દિવસ ઉજવાતું હોત.
ભાવાનુવાદ: ઓગસ્ટજો મેણો કિઇક રીતે ખાસ હોયતો. ‘સ્વાતંત્ર્ય’ કે પેલી સરત મઞેનેં ખપી વેંધલકે જાધ કરેજો મેણો આય હી ઓગષ્ટ, કિતરાય મુક્તિ સંગ્રામેંજા બી હિન મેણેમેં રોપાણા વા. અધ્યાત્મિક અંતરડ્સા વિકસાઇંધલ મેણો પ હી જ આય. ગ઼ાલ ૧૯૪૨જે ઓગષ્ટજી કરીયું ત ગાંધીજી ઇનીજે સાથીદારેં ભેરા ‘પૂર્ણ સ્વરાજ’ લા નારો કુરો રખંણુજી ચર્ચા કરી રયા વા. તેર કોક ‘ગેટ આઉટ’ ચેં, પ ગાંધીજી ના ક્યો કુલા ક, તેમેં તોછડાઇ હુઇ. રાજગોપાલાચારી ‘રિટ્રીટ’ ક ‘વિથડ્રો’જો નારો ડિનોં. ઇ પ ન મેડ઼ પ્યો. તેર પોય યુસુફ મહેરઅલી ‘ક્વિટ ઈન્ડિયા’ બોલ્યા નેં ગાંધીજી જભાભમેં ચ્યોં: આમીન. હી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ‘ઓગષ્ટ મૂવમેન્ટ’ તરીકે પ ઓરખાજેતિ. ઉન સમોમેં કચ્છી સપૂત યુસુફ મડ ૩૯ વરેજા વા. હિન રીતે હી ઓગષ્ટ મણેમેં જ ક્રાંતિજી જ્વાલાઉં પ્રગટ્યું નેં સમ્યું.
બ્રિટિશરેંજી ગુલામીમિંજાનું મુક્ત થેલા સજ઼ે ડેસમેં સ્વાતંત્ર્યજી ચડ઼વડ઼ હલાયમેં આવઇ. તેર ત ગાંધી-નહેરુ-સરદાર ક સુભાષ જેડ઼ા પ્રખર નેતા હૂંધે જે કારણે રાષ્ટ્ર હિકડ઼ી રેખામેં લડ્યો. હિન સિવા પ કિઇક નામી અનામી હસ્તી પ ખપી વ્યા જેંજી નોંધ ગ઼િનાજે ઇ જરૂરી આય. પ મુક્તિ પૂંઠીયા પ સ્વાતંત્ર્યજી ચડ઼વડ઼ ચાલુ જ રિઇ, ઇ હૂઇ રાજ્યજી સામસામી મુક્તિજી.
સંસધમેં મહારાષ્ટ્ર, મુંભઈ, કચ્છ-સૌરાષ્ટ્ર ને ગુજરાત ભેરો દ્વિભાષી રાજ્યજો ઠરાવ ગ઼િનેમેં આયો હુન જ ડીં ઇતરે ક ૭ ઑગસ્ટ, ૧૯૫૬ જે ડીં અમદાવાધ્જી લો કોલેજમેં વિદ્યાર્થીએંજી સભામેં પગલાં સમિતિજી રચના કરેમેં આવઇ; વિદ્યાર્થી સ્વયંભૂ ડેખાવ ચાલુ કરે વિધોં નેં ઇનીજે જભાભમેં પોલીસ ગોલીબાર કરંધે ચાર વિદ્યાર્થી મરણ પામ્યા. નેં હિન કારણે જનતાજો રોષ ફાટ્યો નેં મા’ગુજરાત આંદોલનજો સ્વરૂપ ગિનાણુંનેં ૧લી મે ૧૯૬૦ જો ગુજરાત આઉગો રાજ્ય ભની વ્યો. મા’ગુજરાત આંદોલન અમદાવાદમેં સરૂ થ્યો. હુત ત ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રબોધ રાવળ, દિનકર મહેતા, જયંતિ દલાલ જેડ઼ેજો નેતૃત્વ હો નેં હરિહર ખંભોડ઼જા જેડ઼ા વિદ્યાર્થી નેતા પ ભરયા, જુકો પક્કો સંચાલન કરે વતાયોં. હિન વિરોધજો પ્રિભાવ મૂરજા જિતરા પ પ્રડેસ વા હિનમેં ગચ પ્યો. સુરત, ભરુચ, વડોદરા, મહેસાણા વિગેરે જિલ્લેમેં ખાસી અસર ડિસાણી. પ પર્યાજા જિલ્લા તેમેં ખાસ કરેનેં કચ્છ સૌરાષ્ટ્રમેં ઉછી અસર રિઇ. હુત કચ્છ શાંત ને નિષ્ક્રિય ભન્યો. વાહનવ્યવહારજે અભાવે બારાજા પ્રભાવેંજી અસર કચ્છમેં ઉછી થીંધી હુઇ. ઇતરે મુક્તિ સંગ્રામ મેં કચ્છ પિંઢજો ખાસ નાંલો કરી ન સગ્યો પ કચ્છી સપૂતો સત કોઠા વિંધ્યા ઐં. તેર કચ્છમેં હિકડ઼ા યુવા નેતા હિન વિરોધમેં જોડાણા વા, ઇ વા પ્રાણલાલ શાહ. પેલેનૂં જ બિઇ-ત્રિઇ ચડ઼્વડ઼ેંમેં નેતૃત્વ કરીંધલ પ્રાણલાલ કચ્છમેં ઇન્દુચાચાજા પ્રતિનિધિ હોઆ ઇં ચોં ત કીં ખોટો નાય.
કિતરાક અભ્યાસુજાનાં મત એડ઼ા ઐં ક, હિન ચડ઼વડ઼મેં મુંભઈજા મરાઠી ભાષી સૂત્ર ‘આમચી મુંબઇ’ નેં સામે ગુજરાતી ભાષામેં ‘ગુજરાત મોરી રે’ જા નારા લગંધા વા તેર જ કચ્છમેં પ ‘એય વલ્લો મુંજો કચ્છડો’ જા નારા લગાયમેં આયા વા ત કચ્છ કે આઉગો રાજયજી ઉપમા મિલઇ હૂઇ. ત અજ કિતક કચ્છ આઉગો રાજ્ય તરીકેં પિંઢજો જનમ ડીં ઉજવિંધો વેત.