ઉત્સવ

ગૌતમ અદાણીનું ‘ચાવીને બદલે ચાવીનું વચન’ ઝૂંપડપટ્ટી રિડેવલપમેન્ટમાં એક સીમાચિહ્નરૂપ પહેલ

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ ગૌતમ અદાણીના અદાણી જૂથની આગેવાની હેઠળનું માત્ર એક રિયલ એસ્ટેટ સાહસ કરતાં વિશેષ છે, તે શહેરી નવિનીકરણની શકયતાઓ અને ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટના જટિલ પડકારને સંબોધવા માટેની બ્લુ પ્રિન્ટ સમાન છે. “કી ટુ કી એક્સચેન્જનું વચન એટલે કે ચાવીને બદલે ચાવીનું વચન, જ્યાં હાલના રહેવાસીઓને નિયત સમયમર્યાદામાં નવા ઘરની ખાતરી આપવામાં આવે છે અને રહેવાસીઓને કામચલાઉ આવાસમાં સ્થળાંતર કર્યા વિના, જે આ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી પરંપરાગત બાબતોથી નોંધપાત્ર દિશામાં પ્રયાણની નિશાની છે.

ધારાવીના પડકારોને પણ સમજીએ છીએ,
અદાણીના વચનના મહત્ત્વને ધ્યાનમાં લેતા પહેલા, ધારાવી વિકાસના પડકારનો વ્યાપ જોવો મહત્ત્વપૂર્ણ બની રહે છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી ધારાવી એ શહેરી ભારતની જટિલતાઓ ધરાવતું સ્થાન છે. તેમાં ભારતના તમામ મુખ્ય ધર્મો, પ્રદેશો અને જાતિઓના ૧૦ લાખથી વધુ રહેવાસીઓ છે. તે માત્ર જુદી જુદી વસ્તીનું ઘર નથી, તે એક સતત ધબકતું આર્થિક કેન્દ્ર પણ છે. ધારાવી ચામડું,વસ્ત્રો, માટીકામ, રિસાયક્લિંગ અને ખાદ્ય ઉત્પાદન જેવા મુખ્ય ઉદ્યોગો ધરાવે છે. જો કે, ધારાવી અસમાનતા કે ભિન્નતાનું પ્રતીક છે. તેમાં મૂળભૂત માળખાગત અને નાગરિક સુવિધાઓનો અભાવ હોવાને પગલે ઓછી આવક, મર્યાદિત રોજગારીની તક અને આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારી પર વિપરીત અસર થાય છે. તેથી, રિડેવલપમેન્ટ-પુન:વિકાસ એ માત્ર નવી ઇમારતો બાંધવા વિશે નથી, પરંતુ જીવનમાં બદલાવ, આજીવિકા બચાવવા અને ટકાઉ, સમાવેશી સમુદાયનું નિર્માણ કરવા માટે છે.

ચાવી ને બદલે ચાવી એક ક્રાંતિ
“કી ટુ કી એક્સચેન્જ ચાવીને બદલે ચાવીની અદાણીની ખાતરીએ બહુ કારણોસર ગેમ-ચેન્જર છે:
નિશ્ર્ચિતતા અને સુરક્ષા: રહેવાસીઓ માટે, સૌથી મહત્ત્વનું પાસું એ અનિશ્ર્ચિતતા વિના નવા ઘરની ખાતરી છે, કારણ કે અગાઉ ભૂતકાળમાં રિડેવલપમેન્ટના અગાઉના પ્રયાસોએ નુકસાન પહોંચાડ્યું છે. અહીં વિસ્થાપનનો ડર અને સંબંધિત ચિંતાઓ દૂર થાય છે.
ઝડપ અને કાર્યક્ષમતા: ઝડપી બદલાવનું વચન અત્યંત કાર્યક્ષમ અમલીકરણ યોજના સૂચવે છે. જે નિર્ણાયક છે કારણ કે આવા પ્રોજેક્ટ્સમાં વિલંબ એ ખર્ચમાં વધારો, સામાજિક અશાંતિ અને વિશ્ર્વાસ ગુમાવવા તરફ દોરી જાય છે.
લોકો પર ધ્યાન: રહેવાસીઓની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને, અદાણી નફાને કેન્દ્રમાં રાખવાને સ્થાને લોકો-કેન્દ્રિત શહેરી રિડેવલપમેન્ટ નવિનીકરણ ધ્યાને લઇ રહી છે. આ અભિગમ વિશ્ર્વાસ મેળવવા અને પ્રોજેક્ટની લાંબા ગાળાની સફળતાની ખાતરી કરવા માટે છે.
નવાં ધોરણો પ્રસ્થાપિત કરવાં : જો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે, તો ધારાવી પ્રોજેક્ટ સમગ્ર ભારતમાં અને વૈશ્ર્વિક સ્તરે પણ ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટ માટે દાખલારૂપ બની શકે છે. તે આ પ્રકારની અન્ય સરખી પહેલને પ્રેરણા પણ આપી શકે છે અને શહેરી પડકારોને પહોંચી વળવા ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરી શકે છે.

ઇંટોથી કંઇક વિશેષ
જ્યારે ધારાવીનું ભૌતિક પરિવર્તન નોંધપાત્ર છે, ત્યારે પ્રોજેક્ટની અસર ઘણી આગળ ધપે તેમ છે. તેમાં આ સંભાવના છે:
અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે : સુઆયોજિત પુન:વિકાસ એ સમગ્ર વિસ્તારની આર્થિક વિકાસ સંભાવનાને વિસ્તારશે , મોટે પાયે નોકરીનું સર્જન કરશે અને સ્થાનિક વ્યવસાયોને વેગ આપશે.
મૂલ્યને વિસ્તારશે: ધારાવીને આધુનિક, આયોજિત શહેરી જગ્યામાં રૂપાંતરિત કરીને, આ પ્રોજેક્ટ તેની સાચી આર્થિક ક્ષમતાનો વિસ્તાર કરશે. સુધારેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુલભતા અને વધુ સાનુકૂળ બિઝનેસ વાતાવરણ મોટાં રોકાણોને આકર્ષી શકે છે.
અનૌપચારિક અર્થતંત્ર એ ઔપચારિક બનશે: ધારાવીમાં મુખ્ય પડકારો પૈકી એક તેની અર્થવ્યવસ્થાની અનૌપચારિક પ્રકૃતિ ધરાવે છે. રિડેવલપમેન્ટ આ વ્યવસાયોને ફોર્મલાઇઝ-ઔપચારિક બનાવવાની તક પૂરી પાડશે, તેમને બેંકિંગ અને નાણાકીય ચેનલ-વ્યવસ્થા કરશે અને કામ કરવાની પરિસ્થિતિમાં સુધારો કરશે.
નોકરીઓની તક ઊભી કરશે: રિડેવલપમેન્ટ પ્રક્રિયા પોતે જ બાંધકામને લગતી વિવિધ સેવાઓ આપતી રોજગારીની તકો પેદા કરશે. તદુપરાંત, પુનર્જીવિત ધારાવી નવા વ્યવસાયોને આકર્ષશે તેવી અપેક્ષા છે, જે વિવિધ ક્ષેત્રોમાં રોજગાર સર્જન કરશે.
કૌશલ્ય વિકાસ: અદાણી સ્થાનિક કર્મચારીઓના કૌશલ્યને અપગ્રેડ કરવા પર આતુરતાથી ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી આર્થિક તકોનો લાભ લેવા માટે તેમને નવી સ્કીલ મેળવે તે બાબત ધ્યાને લેશે.
માળખાગત સુવિધા: અદાણીએ વાહનવ્યવહાર, યુટિલિટીઝ અને કોમ્યુનિકેશન સહિત વિશ્ર્વ-સ્તરીય માળખાગત સુવિધા બનાવવાની યોજના ધરાવે છે, જે માત્ર પ્રોજેક્ટની સફળતા માટે જ મહત્ત્વ ધરાવે છે, તેમ નથી, પરંતુ તે મુંબઈને નવી ઓળખ પણ અપાવશે.
જીવનની ગુણવત્તામાં સુધારો: નવા આવાસ, વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા રહેવાસીઓના જીવન ધોરણ સુધારશે.
સામાજિક મુદ્દાઓ ધ્યાને લેવાશે: વધુ સંગઠિત અને સમાવિષ્ટ સમુદાયનું નિર્માણ થશે, જેથી પ્રોજેક્ટ સામાજિક મુદ્દાઓ જેમ કે ગુના, શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી બાબતોને ઉકેલવામાં મદદ કરશે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન: ગ્રીન બિલ્ડિંગ પ્રેક્ટિસ અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ એ પર્યાવરણની રીતે જવાબદાર શહેરી વિકાસ માટે એક મોડેલ બનશે.
સામાજિકતા વધશે: ધારાવી એ વિવિધ સંસ્કૃતિ અને સમુદાયોના કુંભ સમાન છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તેના રહેવાસીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરતી જગ્યાઓ બનાવીને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન આપશે .
મહિલા સશક્તિકરણ: મહિલાઓને શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને રોજગારની તકો ઉપલબ્ધ કરાવીને, આ પ્રોજેક્ટ મહિલાઓને સશક્ત કરી શકે છે અને સમાજમાં તેમની ભૂમિકા વધારી શકે છે.

પડકાર અને તક
પ્રોજેકટનો આગળનો રસ્તો પડકારો વિનાનો નથી. જમીન સંપાદન, પુન:સ્થાપન અને ધિરાણ જેવા મુદ્દાઓ માટે સાવચેતીપૂર્વકનું આયોજન અને અમલની જરૂર પડશે. સાથે પ્રોજેકટ પર નકારાત્મક રાજકારણની અસર ચાલુ સર્વેક્ષણને સમયસર પૂર્ણ કરવામાં નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે. જો કે, સંભવિત લાભ કે ફાયદા અપાર છે. જો સફળ થાય, તો ધારાવી પ્રોજેક્ટ તેના શહેરી પડકારોનો સામનો કરવાની અને સસ્ટેનેબલ ભવિષ્ય બનાવવાની ભારતની ક્ષમતાનું પ્રતીક બની શકે છે. અદાણીનું “કી ટુ કી ચાવીના બદલે ચાવીનું વચન એ સાચી દિશામાં એક સાહસિક પગલું છે. જેને લોકો ઘર કહે છે તે એ માન્યતાનો પુરાવો છે સૌથી જટિલ શહેરી સમસ્યાઓ પણ દૂરંદેશી, નિશ્ર્ચય, સાચી પ્રતિબદ્ધતા સાથે ઉકેલી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button