મુંબઇઃ દુકાનદારોએ બે મહિનાના સમયમાં દુકાન પર મરાઠી બોર્ડ લગાવવું પડશે, એવું જણાવીને સર્વોચ્ચ અદાલતે દુકાનદારોની અરજી નકારી કાઢ્યા બાદ પાલિકા પ્રશાસને આગામી બે મહિના માટે વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવવાનું નક્કી કર્યું છે. અને જો બે મહિનામાં તેનો અમલ નહીં થાય તો કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે, એમ ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ) સંજોગ કાબરેએ ખુલાસો કર્યો હતો. મ્યુનિસિપલ પ્રશાસને 5,217 બેદરકાર દુકાનદારોને નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રમાં દરેક દુકાન અને સંસ્થાને બોલ્ડ મરાઠી સાઈનબોર્ડ હોય તે જોવાનું મ્યુનિસિપલ પ્રશાસનનું અને અમુક અંશે પોલીસ પ્રશાસનનું કામ છે.
સરકારે આદેશ આપ્યો હતો કે દુકાનો પર મરાઠી બોર્ડ મુખ્ય રીતે દર્શાવવામાં આવે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મરાઠી પ્લેટ ન લગાવનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈમાં 27 લાખ દુકાનો છે અને પાલિકાની ચેતવણી બાદ 23 હજાર 436 દુકાનદારોએ પ્રવેશદ્વાર પર મરાઠી બોર્ડ લગાવ્યા હતા. મરાઠી બોર્ડની અવગણના કરનારા 5,217 દુકાનદારોને પાલિકાએ 10 ઓક્ટોબર અને 4 નવેમ્બર, 2022 ની વચ્ચે નોટિસ મોકલી હતી.
દરમિયાન, MNS પ્રમુખ રાજ ઠાકરેએ મરાઠી બોર્ડને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આભાર માન્યો છે. એક ટ્વીટ દ્વારા તેમણે MNS કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા છે.
Taboola Feed