સ્પોર્ટસ

છેલ્લી ઘડીએ દગો દેતા વિદેશી ખેલાડીઓ પર બે વર્ષના પ્રતિબંધની માગણી

આઇપીએલની ટીમોના માલિકોના મતે ફોરેન પ્લેયર્સને કેવા પ્રકારની છૂટ મળી શકે?

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ફ્રૅન્ચાઇઝીઓએ બીસીસીઆઇ સમક્ષ ભલામણ કરી છે કે જે વિદેશી ખેલાડી હરાજીમાં તેમની ખરીદી થયા પછી વજૂદવાળા અને કાયદેસરના કારણ વિના સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું લે અથવા તો પોતે ઉપલબ્ધ નથી એવું જાહેર કરે તો એવા ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવો જોઈએ.

ટીમોના માલિકોએ આઇપીએલના મોવડીઓને એવું પણ જણાવ્યું છે કે કેટલાક વિદેશી ખેલાડીઓ પોતાને મોટો ભાવ મળી શકે એ હેતુથી ફક્ત મિની ઑક્શનમાં જ પોતાનું નામ લખાવતા હોય છે અને મેગા ઑક્શનથી દૂર રહેતા હોય છે એટલે આવા ફોરેન પ્લેયર્સ માટે મેગા ઑક્શનમાં ભાગ લેવાનું ફરજિયાત બનાવવું જોઈએ.

આ પણ વાંચો: IPL-2024 ફાઈનલમાં Shahrukh Khanએ પહેરી આ ઘડિયાળ, Anant Ambani સાથે છે ખાસ કનેક્શન…

આ બે મુદ્દે તમામ 10 ફ્રૅન્ચાઇઝી એકમત છે, એવું એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલમાં જણાવાયું હતું.
ટીમોના માલિકોએ જણાવ્યું હતું કે ‘વિદેશી ખેલાડીઓ આઇપીએલની સીઝન શરૂ થયાના થોડા દિવસ પહેલાં જ પોતાનું નામ પાછું ખેંચી લે એટલે અમાારી ટીમના પર્ફોર્મન્સ પર વિપરીત અસર પડે છે, કારણકે અમે એ વિદેશી ખેલાડીઓને ધ્યાનમાં રાખીને જ વ્યૂહરચના ઘડી હોય છે. જોકે તેઓ છેલ્લી ઘડીએ પોતાનું નામ પાછું ખેંચી લે એટલે અમારે બહુ જ ઓછા વિકલ્પોમાંથી કોઈની પસંદગી કરવી પડતી હોય છે.’

ફ્રૅન્ચાઇઝીઓએ આઇપીએલના સંચાલકોને કહ્યું છે કે ‘જો કોઈ વિદેશી ખેલાડીને તેનું ક્રિકેટ બોર્ડ આંતરરાષ્ટ્રીય મૅચ કે સિરીઝ રમવા પાછો બોલાવી લે તો સમજી શકાય, કોઈ વિદેશી પ્લેયરને ઈજા થઈ હોય તો પણ ચલાવી લેવાય અને કોઈ અનિવાર્ય પારિવારિક કારણ બતાવીને આઇપીએલમાં રમવા ન આવે તો પણ ઠીક છે, પરંતુ આની બહારનું ગળે ન ઉતરે એવું કારણ બતાવીને પોતાનું નામ પાછું ખેંચી લેતા પ્લેયરના રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મુકાવો જોઈએ.’

ફ્રૅન્ચાઇઝીની બીજી સમસ્યા એ છે કે ‘બેઝ પ્રાઇઝ (મૂળ કિંમતે) ખરીદાયેલા વિદેશી ખેલાડીઓમાંથી અમુક પ્લેયર પોતાનું નામ ઑક્શન પછી અચાનક પાછું ખેંચી લેતા હોય છે. ક્યારેક તો વિદેશી ખેલાડીના મૅનેજર સંબંધિત ફ્રૅન્ચાઇઝીને કહી દેતા હોય છે કે જો મારા ક્લાયન્ટને વધુ પૈસા મળશે તો જ તે આઇપીએલમાં રમવા આવશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button