આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં વરસાદનું દે ધનાધન… પાલિકાએ જાહેર કર્યું યલ્લો એલર્ટ

મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી શરૂ થયેલો વરસાદ 11 વાગ્યા બાદ આક્રમક મૂડમાં આવી ગયો હતો. શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ ટ્વીટ્ કરી છે કે શહેરમાં મધ્યમથી બારે વરસાદની સંભાવના છે.

અગાઉ હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આજે એટલે કે ત્રીજી ઑગસ્ટે મધ્યમ વરસાદ રહશે જ્યારે આવતી કાલે અતિ ભારે વરસાદની આગાહી છે. મુંબઈ ઉપરાંત પાલઘર, રાયગઢમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: Himachal Pradeshમાં ભારે વરસાદથી તબાહી, લાહોલ સ્પીતિમાં પુલ ઘરાશાયી, મલાણામાં પર્યટકો ફસાયા

આજે શનિવારે ભારે વરસાદના પગલે શહેરમાં ફરી જનજીવન પર અસર થઈ હતી તો પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી.

આ પણ વાંચો: Monsoon 2024: દેશમાં ઉત્તર ભારત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાના કહેવા અનુસાર સમગ્ર દેશમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસે તેની પૂરી શક્યતા છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button