આપણું ગુજરાતસુરત

ચિયર્સઃ હવે સુરતના ડાયમન્ડ બુર્ઝમાં પણ લીકર પરમિશનની ગિફ્ટ આપશે સરકાર?

સુરતઃ ખૂબ જ વિશાળ જગ્યામાં બનેલા અત્યંત આધુનિક એવા સુરત ડાયમન્ડ બુર્ઝમાં અપેક્ષા પ્રમામે ડાયમન્ડ બિઝનેસ ચમકતો ન હોવાના અહેવાલો આવ્યા કરે છે, પરંતુ અહીંના કોર્પોરેટ કલ્ચરને જોતા અહીં લીકરની છૂટ આપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. અગાઉ ગુજરાત સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લીકરની અમુક શરતોને આધીન રહી છૂટ આપી છે.

ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ્સ (ડ્રિમ સિટી)ના નામે ઓળખાતી આ જગ્યામાં 4500 જેટલી ઓફિસ છે. અહીં પણ ગિફ્ટ સિટિ જેવી છૂટ આપવામાં આવે તેવી માગણી ઘણા સમયથી હતી. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજયનું ગૃહ ખાતુ અને અન્ય વિભાગો અહીં લીકર વેચવા ખરીદવાના નિયમો અંગે ચર્ચા કરશે અને ગિફ્ટ સિટિની જેમ અહીં પણ માર્ગદર્શિકા બનાવવામાં આવશે. લગભગ 2000 એકરની જગ્યામાં હીરાઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ માટે બનેવા ડાયમન્ડ બુર્ઝને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

અહીં જોઈએ તેવી એર કનેક્ટિવિટી, કાર્ગો સર્વિસ વગેરે ન હોવાથી મુંબઈના હીરાવેપારીઓ અહીં આવવામા ખચકાય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે થોડો સારું વલણ વેપારીઓ બતાવી રહ્યા છે અને લગભગ 200 જેટલી નવી ઓફિસ ખૂલી હોવાના અહેવાલો છે.

અહીંના વેપારીઓના કહેવા અનુસાર આંતરાષ્ટ્રીય સ્તરે બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે લીકરની પરમિશન મળે તે જરૂરી છે અને દેશ વિદેશથી આવતા વેપારીઓ માટે ખાસ સુવિધાઓ વિકસે તે જરૂરી છે.

ગુજરાતમાં દારબંધી હોવાના લીકર પરમિટ મેળવવા માટે ઘણા નિયમો છે. જોકે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપ્યા બાદ પણ લોકોએ ખાસ કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button