મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ઉલઝઃ ડિરેક્ટર અને કલાકારો સાથે દર્શકો પણ ઉલઝતા જ રહેશે

બોલીવૂડને કોઈને નજર લાગી ગઈ છે કે પછી સારી સ્ટોરી મળતી જ નથી, તેમ લાગી રહ્યું છે. સારું બજેટ, સારા કલાકાર અને સારા ડિરેક્ટર હોવા છતાં પણ સુપરહીટ તો નહીં પણ હીટ ફિલ્મ પણ મળી રહી નથી. જહ્નાવી કપૂરની ઉલઝ પણ આ કેટેગરીમાં જ આવે છે. ફિલ્મ પાસે બધુ ફેવરેબલ હોવા છતાં ફિલ્મ ઉલઝેલી છે અને દર્શકોને પણ ઉલઝનમાં નાખી દે તેવી છે. આવો જાણીએ રિવ્યુ…

ઉલઝ ફિલ્મમાં જહ્વાવીનું નામ સુહાના છે. રિયલ લાઈફની જેમ અહીં પણ નેપોટિઝમની ટીકાનો શિકાર સુહાના બને છે. સુહાના ખૂબ સમૃદ્ધ અને વગદાર પરિવારમાંથી આવી છે અને તેને ડેપ્યુટી હાઈ કમિશનરની પોસ્ટ મળે છે. તે યુકેમાં પોતાની ડ્યૂટી સંભાળે છે જ્યાં તેને નકુલ (ગુલશન દેવરીયા) મળે છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે, પણ થોડા જ સમયમાં સુહાનાના સપના તૂટે છે અને તેને સમજાય છે કે તે એક જાળમાં ફસાઈ ગઈ છે. આ જાળમાંથી નીકળવાના તેનાં સંઘર્ષ આસપાસ ફિલ્મ ફરે છે.
ફિલ્મની વાર્તા એકસાથે ઘણા બધા તબક્કામાં છે, પાત્રોનું એવું જાળું છે જે રસપ્રદ બનવાને બદલે ગૂંચ જ ઊભી કરે છે. ફિલ્મમાં એક્ટિંગથી માંડી ડાયલૉગ્સ અપેક્ષા કરતા ઉતરતી કક્ષાના છે. જહ્નવીની મહેનત દેખાય છે, પણ વાર્તા નબળી હોવાને લીધે કોઈ ખાસ અસર છોડી જતી નથી. ગુલશને ફરી સાબિત કર્યું છે કે તે વર્સટાઈલ એક્ટર છે. રાજેશ તેલંગ ડ્રાયવરની ભૂમિકામાં અસરદાર છે.

સુધાંશુ સરિયા વાર્તા કહેવામાં સફળ રહ્યા નથી. સુહાનાની ઉલઝનને દર્શકો માણી શકે તેવી ફિલ્મ નથી. એકંદરે ફિલ્મ અપેક્ષા પ્રમાણે ખરી ઉતરી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button