હાંગઝોઉ: એશિયન ગેમ્સમાં ભારતના નામે 18મું મેલડ જોડાયું છે. 50 મીટર રાઇફલ શૂટીંગમાં ભારતની સિફ્ટ કોર સામરાએ ભારત માટે ગોલ્ડ મેળવ્યો છે. જ્યારે આશી ચોકસીએ રાઇફલ શુટિંગમાં જ બરોન્ઝ મેળવ્યો છે. દરમીયાન ભારતના ખાતામાં 5 ગોલ્ડ, 5 સિલ્વર, 8 બ્રોન્ઝ એમ કુલ 18 મેડલ આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એશિયન ગેમ્સ 2023માં ભારતની રાઇફલ શુટર સિફ્ટ કોર સામરાએ 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવી ભારતના ખાતામાં પાંચમો ગોલ્ડ મેડલ જમા કર્યો છે. આ જ સ્પર્ધામાં ચીને બીજા ક્રમાંકે રહીને સિલ્વર મેડલ પર નામ અંકિત કર્યુ છે. જ્યારે ભારતની આશી ચોકસીએ 50 મીટર રાઇફલ શુટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
એશિયન ગેમ્સ 2023માં રાઇફલ શુટિંગમાં ભારતના ખિલાડીયો સુંદર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે સિફ્ટ કોર સિમરાએ 50 મીટર 3 પોઝિશન રાઇફલમાં 10.2 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં માટે રાઇફલ શુટિંગમાં સીંગલ્સમાં ગોલ્ડ મેળવનાર સિફ્ટ કોર પહેલી એથલિટ છે.