મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા
મુળ ગામ ગુરગટ હાલ ચિરાબજાર મુંબઇ દિનેશભાઈ (ઉં.વ. ૬૮) તે જમનાદાસ લક્ષ્મીદાસ સચદેવ તથા રમાબેનના સુપુત્ર તા. ૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. દીપ્તિબેનના પતિ. સ્વ. હસમુખભાઈ, માધવીબેન ભદ્રેશ સોમૈયા, ચંદ્રિકાબેન પ્રવીણભાઈ પાબારી, વિક્રમભાઈના ભાઈ. સ્વ. ગીતાબેન તથા કાંતિલાલ નારાયણદાસ દેવાણીના જમાઈ. મિહિર તથા ધવલના પિતા. પ્રિયંકાના સસરા. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩/૮/૨૪ના શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, ત્રીજે માળે, ઠાકોરદ્વાર, પાંચ થી સાત. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિશા સોરઠિયા વણિક
કોડીનાર નિવાસ હાલ ઘાટકોપર સ્વ. લવચંદ હરખચંદ શાહ અને ગં.સ્વ. નલિનીબેનના પુત્ર પિયુષ (ઉં.વ. ૪૬) તા. ૧-૮-૨૪ને ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. તે નેહાના ભાઈ. મોસાળપક્ષે સૂત્રાપાડા નિવાસી સ્વ. રણછોડદાસ ચત્રભુજ શાહ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કચ્છી ભાટિયા
અ.સૌ. નિહારિકા કુમાર આશર (ઉં.વ. ૭૧) તા. ૧-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ શ્રી કુમાર આશરના ધર્મપત્ની. દિપ્તી અને રાધિકાના માતૃશ્રી. રૂષેશ મોતીવાલાના સાસુજી. નયના સંપટ, સ્વ. દિપક સંપટ, પારૂલ સંપટના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

રાધાવલ્લભ બ્રાહ્મણ
અશોકભાઈ ગોસ્વામી (ઉં.વ. ૭૪) અરુણા વિષ્ણુલાલ ગોસ્વામીના પુત્ર. સરલાબેન હીરાભાઈ ખાટીવાળાના જમાઈ. જયશ્રીબેનના પતિ. પૂજા, દીપાલી તથા પ્રશાંતના પિતા. પ્રસાદ, કુનાલ તથા એલેકઝાન્દરાના સસરા. વેદાંત વિહાન, પાર્થ અને અંતરાના નાનાજી તા. ૧-૮-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૪-૮-૨૪ના ૫થી ૭. સ્થળ: જલારામ હોલ, રોડ નં. ૬, હાટકેશ સોસાયટી, જેવીપીડી સ્કીમ, જોગર્સ પાર્કની સામે, વિલેપાર્લે (વેસ્ટ). (લૌકિક વ્યવહાર બંધ છે.)

સંબંધિત લેખો

ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
શેઠ મૂળશંકર હીરાલાલ જોશી (ગોળવાળા) ગામ ચોરીવાડ હાલ નવી મુંબઇ તા. ૨-૮-૨૪ શુક્રવારના અક્ષરધામનિવાસી થયા છે. તે અ. સૌ. હીરાલક્ષ્મીબેનના પતિ. ડો. ગૌતમ, અંકિત, ફાલ્ગુની અને મૃણાલીનીના પિતાશ્રી. ડો. રંજન, તૃપ્તી, મયંકકુમાર અને પિયુષભાઇના સસરાજી. ભોગીલાલભાઇના મોટા ભાઇ. વૈષ્ણવી, નિરામય, ઓમના દાદાજી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૪-૮-૨૪ના ૫થી ૭. ઠે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ કેન્દ્ર, સેકટર-૧૦/૧૨-એ, મીનીશી શોર રોડ, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.

કચ્છી લોહાણા
સ્વ. લીલાધર વલ્લભજી ઠક્કર અંજારવાળાના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન (ઉં. વ. ૮૩) તા. ૧-૮-૨૪ના અંધેરી મધ્યે રામશરણ પામ્યા છે. તે નીતા, મયુરના માતોશ્રી. તે સ્વ. શાંતાબેન પ્રાગજી મોતીરામ ઝરીયાવાલાની પુત્રી. સ્વ. ભારતી અનીલ દૈયા (અંજારીયા) દુધઇવાળાના મોટાબેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

વિશા સોરઠીયા વણિક
લોએજ નિવાસી હાલ કાંદિવલી સ્વ. મથુરાદાસ શેષકરણ શાહના સુપુત્ર સુરેશચંદ્ર (ઉં. વ. ૭૮) બુધવાર, તા. ૩૧-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે લીનાબેનના પતિ. સ્વ. નરેન્દ્રભાઇ, ભૂપેન્દ્રભાઇ, સ્વ. જશવંતીબેન, સ્વ. સવિતાબેન, વાસંતીબેનના ભાઇ. નેહલ, જિગરના પપ્પા. નમ્રતા, મિહીકાના સસરા. ઝરિયાવાડાવાળા સ્વ. મનજી માણેકચંદ મવાણીના જમાઇ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૩-૮-૨૪ના ૫થી ૭. ઠે. ઠઠ્ઠાઇ ભાટિયા સેવા ફંડ, હોલ નંબર-૫, શંકરલેન કોર્નર, નમ: હોસ્પિટલની સામે, કાંદિવલી (પશ્ર્ચિમ).

કચ્છી લોહાણા
સ્વ. વિઠ્ઠલદાસ વેલજી રૂપારેલ રવાપરવાળાના ધર્મપત્ની ગં. સ્વ. કમળાબેન (ઉં. વ. ૮૮) તા. ૧ ઓગસ્ટના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતાબેન દામજી રૂપારેલના દેરાણી. તે સ્વ. સાકરબાઇ ત્રિકમજી પલણ ગામ માતાજીના નૈત્રાની સુપુત્રી. તે શંકર, સ્વ.એકાદશી (અરૂણા), વર્ષા, (જુલા) તારા, દેવી (દક્ષા)ના માતુશ્રી. તે સ્વ. દયાળજી, સ્વ. ગોપાલજી, સ્વ. કસ્તુરબેન, સ્વ. ઝવેરબેનના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૩ ઓગસ્ટ શનિવારે, ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, આર.પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button