પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

સ્વૉનટેકે પોલૅન્ડને ટેનિસનો ઐતિહાસિક મેડલ અપાવ્યો

પૅરિસ: પોલૅન્ડની વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર ઇગા સ્વૉન્ટેકે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. પોલૅન્ડને સમર ઑલિમ્પિક્સની ટેનિસમાં પહેલી જ વાર ચંદ્રક મળ્યો છે. તેણે સ્લોવેકિયાની ઍના કૅરોલિનાને 6-2, 6-1થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

સ્વૉન્ટેક સેમિ ફાઇનલમાં ચીનની ઝેન્ગ કિનવેન સામે હારી જતાં ગોલ્ડ કે સિલ્વર માટેની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ બ્રૉન્ઝ માટેની મૅચ તેણે 59 મિનિટમાં જીતી લીધી હતી.
પૅરિસનું રૉલાં ગૅરો સ્વૉન્ટેકનું ફેવરિટ ટેનિસ કોર્ટ છે જ્યાં તે છેલ્લી પચીસ મૅચ જીતી હતી. જોકે સેમિ ફાઇનલમાં હારી જતાં તેની એ વિજયકૂચ અટકી ગઈ હતી.

ચીની હરીફ સામેના પરાજય બાદ સ્વૉન્ટેક ખૂબ હતાશ હતી અને તેણે પત્રકારો સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. તે જતાં જતાં આટલું જ બોલી હતી, ‘સૉરી, નેક્સ્ટ ટાઇમ.’
પૅરિસ ઑલિમ્પિક્સની મેન્સ ટેનિસમાં કાર્લોસ અલ્કારાઝ કૅનેડાના ફેલિક્સને 6-1, 6-1થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો છે, જ્યારે બીજી સેમિ ફાઇનલ જૉકોવિચ અને મુસેટી વચ્ચે નિર્ધારિત હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button