Freedom: અમેરિકા અને રશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, બંને દેશના કેદીઓને મળી મુક્તિ
વોશિંગ્ટનઃ અમેરિકા અને રશિયા વચ્ચે સોવિયેત ઇતિહાસ બાદ ગુરૂવારે સૌથી મોટા કેદી વિનિમય બાદ મુક્ત કરાયેલા ત્રણ અમેરિકનો મધ્યરાત્રિએ સ્વદેશ પરત ફર્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમનું સ્વાગત કર્યું હતું.
કેદીઓની અદલા-બદલીના ભાગરૂપે મોસ્કોએ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ઇવાન ગર્શકોવિચ અને મિશિગનના કોર્પોરેટ સુરક્ષા અધિકારી પોલ વ્હેલન અને વ્લાદિમીર કારા મુર્ઝ સહિતના અસંતુષ્ટોને મુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે આ કરાર હેઠળ એકબીજાની જેલમાં બંધ બે ડઝન જેટલા લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. ગેર્શકોવિચ, વ્હેલન અને અલસુ કુર્માશેવા(તે યુએસ-રશિયન બેવડુ નાગરિકત્વ ધરાવતા પત્રકાર છે) ગુરુવારે મધ્યરાત્રિએ સ્વદેશ પહોંચ્યા હતા.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના આક્રમણથી વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેના સંબંધો શીત યુદ્ધ પછીના સૌથી નીચા સ્તરે આવ્યા હતા પરંતુ તેમ છતાં કેદીઓની અદલા-બદલી માટે ગુપ્ત બેઠકો ચાલુ રહી હતી. બાઇડેને પરત ફરેલા અમેરિકન નાગરિકોના પરિવારો સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન આને વ્યૂહાત્મક સિદ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારના કરાર માટે મુશ્કેલ નિર્ણયો લેવા જરૂરી છે.
આ પણ વાંચો : 24 કલાકમાં હમાસને બીજો એક ફટકોઃ હવે હમાસનો મિલિટરી ચીફ હણાયો
મારા માટે અમેરિકન નાગરિકોની સલામતી સર્વોપરી છે, પછી તે દેશમાં હોય કે વિદેશમાં. આ કરાર છેલ્લા બે વર્ષમાં રશિયા અને અમેરિકા વચ્ચે કેદીઓની અદલા-બદલીની વાટાઘાટોની શ્રેણીમાં નવીનતમ છે પરંતુ અન્ય દેશો તરફથી નોંધપાત્ર છૂટની જરૂર પડે તેવો આ પહેલો સોદો છે.
અમેરિકાને તેના નાગરિકોની મુક્તિ માટે ભારે કિંમત ચૂકવવી પડી છે. રશિયાએ પત્રકારો, અસંતુષ્ટો અને અન્ય પશ્ચિમી અટકાયતીઓને મુક્ત કરવાના બદલામાં પશ્ચિમમાં ગંભીર ગુનાઓમાં દોષિત તેના નાગરિકોની મુક્તિ સુરક્ષિત કરી છે. આ કરાર હેઠળ રશિયાએ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ગેર્શકોવિચને મુક્ત કર્યો હતો, જેની ૨૦૨૩માં ધરપકડ કરવામાં આવી હતી અને જુલાઇમાં જાસૂસીના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
મુક્ત કરાયેલા અસંતુષ્ટોમાં ક્રેમલિનના વિવેચક અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક કારા-મુર્ઝા હતા, જે રાજદ્રોહના આરોપમાં ૨૫ વર્ષની સજા ભોગવી રહ્યા છે. તેમના સિવાય મુક્ત કરાયેલા લોકોમાં ૧૧ રશિયન રાજકીય કેદીઓનો સમાવેશ થાય છે, જેમાં સ્વર્ગસ્થ રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવલનીના એક સહાયક અને બેલારૂસમાં ધરપકડ કરાયેલ એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે.