તીરંદાજીના મેડલ પર પણ ભારતનું નિશાન લાગવાની તૈયારીમાં
ભારતીય ટીમ સ્પેનને 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં
પૅરિસ: ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ચાલી રહેલી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતીયોએ તીરંદાજીમાં દેશને મેડલ અપાવવાની શુક્રવારે તૈયારી કરી લીધી હતી.
અંકિતા ભકત અને ધીરજ બોમ્માદેવારાની મિક્સ્ડ-ટીમે સ્પેનની હરીફ જોડીને 5-3થી હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.
ક્વૉર્ટર ફાઇનલમાં અંકિતા-ધીરજે ભારે રસાકસીવાળા મુકાબલામાં 9, 10, 8, 10ના પૉઇન્ટ સાથે કુલ 37નો સ્કોર નોંધાવ્યો હતો. એની સામે સ્પૅનિશ જોડી 9. 8. 9. 10ના પૉઇન્ટ સાથે કુલ 36નો સ્કોર નોંધાવી શકતા ભારતનો એક પૉઇન્ટના તફાવતથી રોમાંચક વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: બૉક્સર લવલીના ક્વૉર્ટર ફાઇનલમાં, સતત બીજા ઑલિમ્પિક મેડલથી એક જ ડગલું દૂર
ભારતે જે સ્પૅનિશ ટીમને હરાવી એ ટીમ ટૉપ-સીડેડ ચીનની જોડીને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
ભારતે ઇટલી અથવા કોરિયા સામે સેમિ ફાઇનલ રમવાની હોવાથી ભારતીય જોડી માટે આગળ વધવાનું થોડું મુશ્કેલ તો જણાતું જ હતું.
ભારતીય ટીમે ક્વૉર્ટર ફાઇનલમાં સ્પેનને હરાવતાં પહેલાં ઇન્ડોનેશિયાને 5-1થી કચડી નાખ્યું હતું.