Weather update: કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
મુંબઇ: દેશમાં હવે ચોમાસું પાછું જવાની તૈયારીમાં છે. ત્યારે આ પાછું જતું ચોમાસું કેટલાંક રાજ્યમાં મુશળધાર વરસીને જશે તેવી શક્યતાઓ છે. આજે બુધવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ સહિત દેશના કેટલાંક રાજ્યમાં વરસાદની શકયતાઓ વર્તાઇ રહી છે. કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હવામાન ખાતા દ્વારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે 26મી સપ્ટેમ્બર બુધવારના રોજ મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, તમીલનાડૂ સહિત કોકણના કિનારાના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
ભારતીય હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે અને આવતી કાલે મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાંક રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્ર અને કર્ણાટકના સીમાડાના વિસ્તારોમાં કેટલીક જગ્યાએ ભારેથી આતી ભારે વરસાદની શક્યતાઓ છે.
અંદમાન અને નિકોબાર, કોકણ,ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત, તમીલનાડૂ, પોંડીચેરી અને કરાઇકલમમાં કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદની આગાહી છે. ઇશાન ભારત તથા અંદમાન અને નિકોબારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરણ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, તેલંગણા અને લક્ષદ્વિપમાં જોરદાર વરસાદની શક્યતાઓ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાલ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તમીલનાડૂમાં વિજળીના કડાકા સાથે વરસાદની શક્યતાઓ છે. લદાખમાં ક્યાંક હિમ વર્ષા તો ક્યાંક તોફાની પવનો સાથે વરસાદની શક્યતાઓ છે. નેઋત્ય મોનસૂન દેશમાંથી પાછું ફરી રહ્યું છે. 25મી સપ્ટેમ્બરથી વાયવ્ય રાજસ્થાનથી ચોમાસું પાછું ફરશે.