આ કોની જિત પર ઝૂમી ઉઠ્યા Nita Ambani? કહી આ ખાસ વાત…
મહારાષ્ટ્ર ચા મુલગા અને ભારતીય શૂટર સ્વનિલ કુશાલેએ પેરિસ ઓલમ્પિક-2024 છઠ્ઠા દિવસે બ્રોન્ઝ મેડલ જિતીને ભારત અને મહારાષ્ટ્રનું નામ પણ રોશન કર્યું હતું. ભારતને પેરિસ ઓલમ્પિકમાં ત્રણ મેડલ મળી ચૂક્યા છે.
અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે સિંગલ ઓલમ્પિકમાં ભારતને શૂટિંગમાં ત્રણ મેડલ મળ્યા હોય. સ્વપ્નિલે ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ પર પોતાનો નિશાનો સાધ્યો અને બસ સ્વપ્નિલની આ જ સિદ્ધિ જોઈને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને ચેર પર્સન નીતા અંબાણી (Nita Ambani) ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમણે ખાસ અંદાજમાં સ્વપ્નિલને શુભેચ્છાઓ પાઠવી છે. આવો જોઈએ એવું તે શું કર્યું નીતા અંબાણીએ-
આઈઓસીના સદસ્ય નીતા અંબાણીએ સ્વપ્નિલને શુભેચ્છા આપતા કહ્યું હતું કે 50 મીટર રાઈફલ સ્પર્ધામાં ભારત માટે પહેલો મેડલ અને ઓલમ્પિકમાં શૂટિંગમાં ભારત માટે ત્રીજો બ્રોન્ઝ મેડલ જિતીને સ્વપ્નિલ કુસાલે પર અમને ખૂબ જ ગર્વ છે.
આ પણ વાંચો: નીતા અંબાણી પાસે કયો ફોન છે અને તેની કિંમત કેટલી છે જાણો છો?
તેની સખત મહેનત અને લગને દેશને ગૌરવ અપાવ્યું છે. સ્વપ્નિl અને તેમના પરિવાર અને પૂરી ટીમને હાર્દિક અભિનંદન.
જોકે, આ પહેલાં પણ મનુ ભાકરની જિત પર ખુશ થઈને નીતા અંબાણીએ ભાંગડા કરીને તેની જિતને સેલિબ્રેટ કરી હતી અને હવે સ્વપ્નિલની જિત પર પણ નીતા અંબાણી ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. નીતા અંબાણીએ મનુ ભાકરને પણ અભિનંદ પાઠવ્યા હતા અને તેમણે મનુ ભાકર પાસેથી હેટટ્રિકની અપેક્ષા છે એવી આશા પણ વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્વાલિફિકેશનમાં સાતમા નંબર રહેલાં સ્વપ્નિલે આઠ નિશાનેબાજની ફાઈનલમાં 451.4 સ્કોર કરીને ત્રીજા સ્થાને રહ્યો હતો. ઓલમ્પિકમાં ભારતનો આ ત્રીજો બ્રોન્ઝ મેડલ છે.
આ પહેલાં મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ અને સરબજોત સિંહની સાથે 10 મીટર એર પિસ્ટલમાં મિશ્રિત ટીમ વર્ગમાં બ્રોન્ઝ જિત્યો હતો. ભારતના અત્યાર સુધીમાં ઓલમ્પિકના ઈતિહાસમાં પહેલી વખત નિશાનેબાડોએ ત્રણ પદક એક જ ગેમમાં જિત્યા છે.