ફરી એક વખત Shweta Bachchanએ દેખાડ્યું પોતાનું નણંદપણું, Aishwarya માટે કહ્યું…

બચ્ચન પરિવારની પારિવારિક વાદ હવે તેમની અંગત બાબત રહી નથી, કારણ કે દરરોજ સવાર પડેને કોઈને કોઈ નવી વાત સામે આવતી જ રહે છે. થોડાક સમય પહેલાં જ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેણે સાબિત કરી આપ્યું હતું કે ભાઈસાબ નણંદ તો નણંદ જ હોય, ભલેને ભાભી અને નણંદના સંબંધમાં ગમે એટલી મિઠાશ કેમ ના હોય પણ સમય આવ્યે તો સંબંધ પોતાનું પોત પ્રકાશે જ છે… ફરી એક વખત શ્વેતાએ કંઈક એવું કર્યું છે કે જેને કારણે ફરી એક વખત શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચેનો અણબનાવ લોકોની સામે આવ્યો છે.
વાત જાણે એમ છે કે શ્વેતા બચ્ચન કરણ જોહરા શો કોફી વિથ કરણમાં પહોંચી હતી અને એ સમયે કરણ જોહરેને તેને પૂછ્યું હતું કે ઐશ્વર્યાની કઈ આદત તને ગમે છે અને કઈ વાત એવી છે જે તને તને નથી ગમતી અને એક ક એવી બાબત કે જે તને લાગે છે કે તું સહન કરે છે?
આ પણ વાંચો : ઐશ્વર્યા મેક-અપ વિના કરેલી ફિલ્મે કરી હતી આટલા કરોડની કમાણી…
કરણ જોહરના આ ત્રણેય સવાલના જવાબમાં શ્વેતા બચ્ચને જણાવ્યું હતું કે ઐશ્વર્યા એક સેલ્ફ મેડ, ઈન્ડિપેન્ડન્ટ, સક્ષમ મહિલા છે. એટલું જ નહીં તે એક સારી મા છે અને મને એની આ વાત ખૂબ જ ગમે છે. વાત કરું તેની નહીં ગમતી આદતની તે ફોન અને મેસેજનો જવાબ આપવામાં ખૂબ જ આળસુ છે, તે ખૂબ જ સમય લે છે બંનેનો જવાબ આપવામાં. એટલું જ નહીં પણ શ્વેતાએ એવું પણ જણાવ્યું હતું કે હું ઐશ્વર્યાના ટાઈમ મેનેજમેન્ટને મારે ટોલરેટ કરવું પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે નથી રહેતાં. ઐશ્વર્યા બચ્ચન પરિવારથી દૂર પોતાના માતા સાથે રહે છે. આ ઉપરાંત લાંબા સમયથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા બંને એકબીજા ડિસ્ટન્સ રાખીને જ ચાલે છે. કોઈ પણ પબ્લિક કે સોશિયલ ઈવેન્ટમાં બચ્ચન પરિવાર અને ઐશ સાથે જોવા મળતા નથી, જેને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેવાની તૈયારીમાં છે.