ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડમાં SIT તપાસની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી બોન્ડ્સ દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી રાજકીય પક્ષો દ્વારા મેળવેલા રાજકીય દાનની ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) તપાસની માંગ કરતી અરજીની સુનાવણી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટનું કહેવું છે કે અત્યારે આ કથિત કૌભાંડની તપાસ કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર પહેલાથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર પ્રતિબંધ મૂકતા કહ્યું હતું કે આ સ્કીમ બંધારણની કલમ 19(1)નું ઉલ્લંઘન કરે છે.
SIT તપાસની માગ કરતી અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી સંસદમાં બનેલા કાયદાના આધારે કરવામાં આવી હતી. તેના આધારે રાજકીય પક્ષોને કોર્પોરેટ કંપનીઓ પાસેથી ડોનેશન મળતું હતું. હવે આ કાયદો રદ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : NEET Paper Leak કેસ પર સુપ્રીમ કોર્ટ એકશનમાં, કમિટીને 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા આદેશ
સુપ્રીમ કોર્ટ ચૂંટણી બોન્ડ કૌભાંડ પર એનજીઓ – કોમન કોઝ એન્ડ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (સીપીઆઈએલ) અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. અરજદારોએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોન બોન્ડ દ્વારા આપવામાં આવેલા દાનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. સીબીઆઈ કે અન્ય કોઈ તપાસ એજન્સી આ મામલાની તપાસ કરી રહી નથી.
કોર્ટે જણાવ્યું હતું કે આ બાબતે કોઈને શંકા હોય તો તે કાયદાનો માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે તો તે કોર્ટમાં જઈ શકે છે. હાલમાં તેની તપાસ કરવી ખૂબ જ વહેલું છે. અરજદારે અન્ય કોઈ વિકલ્પ શોધવો જોઈએ.