આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે: સંજય રાઉત

મુંબઈ: 29 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ મહાભારતના ચક્રવ્યુહનો ઉલ્લેખ કરતાં ભાષણ કર્યું હતું. જે બાદ આજે રાહુલ ગાંધીએ એક એવી પોસ્ટ કરી છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ઈડીના એક આંતરિક વ્યક્તિએ મને કહ્યું કે તમારા (રાહુલ ગાંધી) પર દરોડા પડી શકે છે એવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો. મારા દ્વારા કરાયેલું ‘ચક્રવ્યુહ’ ભાષણ બેમાંથી એકેયને ગમ્યું નથી એવું પણ જાણવા મળ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો. સંજય રાઉતે આ અંગે મોટો આરોપ લગાવતાં કહ્યું હતું કે કંઈ પણ થઈ શકે છે, રાહુલ ગાંધી પર હુમલો પણ થઈ શકે છે.

ચક્રવ્યુહનો ઉલ્લેખ કરતું મારું ભાષણ બેમાંથી એકેયને ગમ્યું નથી. ઈડીના અંદરના જૂથે મને કહ્યું કે હવે તમારા પર દરોડા પાડવામાં આવશે. આ સંદર્ભે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. હું તૈયાર છું, ઈડીની રાહ જોઈ રહ્યો છું. મારા તરફથી ચા અને બિસ્કિટ પીરસવામાં આવશે એવી સૂચક પોસ્ટ રાહુલ ગાંધીએ કરી છે. આ પછી સંજય રાઉતે સરકારની ટીકા કરી છે. સંજય રાઉતે એમ પણ કહ્યું કે મશાલ પ્રતીકે મહારાષ્ટ્રમાં ભાજપની સીટને આગ લગાડી છે..

આ પણ વાંચો : વિશાલગડ હિંસા: સંભાજી છત્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરવા,બદલ આવ્હાડની એસયુવી પર હુમલો

બાળાસાહેબ ઠાકરેની શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સારું કામ કરી રહી છે. અમે મશાલ સિમ્બોલ પર જ ચૂંટણી લડવાના છીએ. મશાલ પ્રતીકે ભાજપની મહારાષ્ટ્ર બેઠકને આગ લગાડી હતી. અમારા પ્રતીકો મશાલ, તૂતારી અને કોંગ્રેસના હાથ છે. અમે સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. શિવસેનાનું પ્રતીક હવે ધનુષ અને બાણ નહીં પરંતુ મશાલ છે. ધનુષ અને બાણ ચોરોના હાથમાં છે. સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભામાં ધનુષ અને બાણનો ઉપયોગ કરીને કેટલાક લોકોએ ચોરી કરી, પરંતુ તે વિધાનસભાની ચૂંટણીમાં સફળ નહીં થાય.

રાહુલ ગાંધી લોકસભામાં લોકશાહીનો અવાજ ઉઠાવી રહ્યા છે. સરકારને અરીસો બતાવવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે. રાહુલ ગાંધીને ફરીથી કાર્યવાહીનો સામનો કરવો પડશે, અમે તૈયાર છીએ. ભાજપે બહુમતી ગુમાવી હોવા છતાં ગેરબંધારણીય કામો કરવાની લત છૂટતી નથી તેવું લાગી રહ્યું છે. ઈન્ડી ગઠબંધનમાં રાહુલ ગાંધી અને આપણા બધાની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર અહીં નહીં પણ વિદેશમાં ઘડાઈ રહ્યું છે. તેથી કંઈપણ થઈ શકે છે. આવતી કાલે રાહુલ ગાંધી પર હુમલો થઈ શકે છે, અમારા પર હુમલો થઈ શકે છે. રાહુલ ગાંધી અને ઈન્ડી ગઠબંધને મોદી અને અમિત શાહને પાછળ છોડી દીધા છે. રાહુલ ગાંધીએ આ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે, પરંતુ હજુ પણ ગુંડાઓની મદદથી અમારા પર હુમલો થઈ શકે છે, એવો આક્ષેપ સંજય રાઉતે કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી