IND vs SL 1st ODI: આ ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓની વાપસી

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ ODI મેચની પ્રથમ વનડે (IND vs SL 1st ODI)આજે કોલંબોમાં રમાઈ રહી છે. પ્રથમ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી થઈ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન:
પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટમાં), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), ઝેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ.
રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ બાદ મેદાનમાં પરત ફર્યા છે. કોહલીનો શ્રીલંકામાં સારો રેકોર્ડ રહ્યો છે. શ્રેયસ અય્યરને લાંબા સમય બાદ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે.
આ પણ વાંચો : ભારતની ટીમ થઈ મજબૂત, શ્રીલંકા ખેલાડીઓની ઈજાથી ચિંતિત
કોહલી શ્રીલંકા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેણે કોલંબોમાં 10 ઇનિંગ્સમાં 644 રન બનાવ્યા છે. આ દરમિયાન ચાર સદી ફટકારી છે, તેણી એવરેજ 107.33ની છે. આ વખતે પણ તેઓ શ્રીલંકાના બોલરોને હંફાવી શકે છે. બીજી તરફ મોહમ્મદ સિરાજ સાદિરા સમરવિક્રમા માટે ઘાતક સાબિત થઈ શકે છે. સિરાજની સામે તે વનડેમાં બે વખત આઉટ થયો છે. આથી કોહલી અને સિરાજ આજની વનડેમાં મેચ વિનર બની શકે છે.
શ્રીલંકન ટીમના બે મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. દિલશાન મદુશંકા અને મતિશા પાથિરાના ભારત સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં. આના કારણે ટીમને નુકસાન થઈ શકે છે.