આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtraમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાશે, સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવ્યો નિર્ણય

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના (Maharashtra) બે શહેરોના નામ બદલવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે અરજી ફગાવી દીધી

હકીકતમાં, અરજદારોએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાજ્ય સરકારના નિર્ણયમાં કોઈ કાનૂની પડકાર જોયો ન હતો અને તેને સમર્થન આપ્યું હતું. તેની બાદ અરજદારો હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમને આશા હતી કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. જો કે, આવું ન થયું અને કોર્ટે અરજી ફગાવી દીધી અને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

નિર્ણયની ન્યાયિક સમીક્ષાની જરૂર નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ બદલવું એ સરકારનો અધિકાર છે. તેને ન્યાયિક સમીક્ષાની જરૂર નથી. તમારી વાત સાંભળ્યા બાદ જ હાઈકોર્ટે વિગતવાર આદેશ આપ્યો છે. અમે તેમાં દખલ નહીં કરીએ. અગાઉ 8 મેના રોજ હાઈકોર્ટે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય કાયદાકીય રીતે સાચો છે. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે.

કેવી રીતે શરૂ થયો નામ બદલવાનો વિવાદ ?

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી (MVA) સરકારે 29 જૂન, 2021ના રોજ કેબિનેટની બેઠકમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ બંને શહેરોના નામ બદલવાનો નિર્ણય કર્યો હતો. ઔરંગાબાદ શહેર અને મહેસૂલ વિભાગનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું હતું, જ્યારે ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવામાં આવ્યું હતું. પછી 16 જુલાઈ, 2022 ના રોજ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની આગામી સરકારે MVA સરકારના નિર્ણયને જાળવી રાખ્યો.

રાજકીય ફાયદા માટે નામ બદલી નાખ્યું હતું

આ પછી સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે સરકારે 2001માં જ ઔરંગાબાદનું નામ બદલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. ઉદ્ધવ સરકારે પોતાના રાજકીય ફાયદા માટે નામ બદલી નાખ્યું હતું. અરજદારોએ દાવો કર્યો હતો કે આ નિર્ણય બંધારણની જોગવાઈઓની સંપૂર્ણ અવગણના છે. એવું કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણય બે ધાર્મિક જૂથો વચ્ચે વિવાદ પેદા કરી શકે છે અને આ રીતે આ નિર્ણય ભારતના બિનસાંપ્રદાયિક બંધારણની સંપૂર્ણપણે વિરુદ્ધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી