‘આસ્ક મી સેશન’માં જાણો અજય દેવગનના ફની જવાબો
નીરજ પાંડે દ્વારા દિગ્દર્શિત, ‘ઓરોં મેં કહાં દમ થા’ એક મ્યુઝિકલ રોમેન્ટિક લવ સ્ટોરી છે જે આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મમાં અજય દેવગન અને તબ્બુ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તબ્બુ અને અજય ઉપરાંત શાંતનુ મહેશ્વરી અને સાઈ માંજરેકરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા, અજયે તેના ચાહકો સાથે કનેક્ટ થવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી સેશન’ શરૂ કર્યું હતું, જેમાં યુઝર્સે અજયને તેની પત્ની કાજોલ, ફિલ્મની હિરોઇન તબ્બુ વગેરે વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. અજયે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર યુઝર્સ સાથે અજયની ફની અને મસાલેદાર વાતો શેર કરી છે.
એક નેટિઝને સવાલ કર્યો હતો કે, ‘તમારી ફિલ્મ ‘ઓરોં મેં કહા દમ થા’માં સૌથી ફેવરિટ સીન કયો છે?’ આ સવાલ પર અજયે જવાબ આપ્યો, ‘ક્લાઈમેક્સ’. અન્ય એક નેટિઝને અજયની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’ વિશે સવાલ કર્યો હતો કે આ ફિલ્મ ક્યારે આવશે, જેના જવાબમાં અજયે કહ્યું, ‘થોડી રાહ જુઓ, પાજી’.
એક યુઝરે સવાલ કર્યો હતો કે ફિલ્મ ‘ઓરોં મેં કહા દમ થા’ દરમિયાન તમને ક્યા કો-સ્ટારે સૌથી વધુ હસાવ્યું?’ આવા ફની સવાલનો ફની જવાબ આપતા અજયે કહ્યું હતું કે શું હું જવાબમાં તમારું નામ લઇ શકું છું?’ અર્થાત અજયને આ મ્યુઝિકલ રોમેન્ટિક લવ સ્ટોરી ટાઇપની ફિલ્મ માટે હસાવવા અંગેનો સવાલ ઘણો જ ફની લાગ્યો હતો. એક યુઝરે અજયને સોશિયલ મીડિયા પર વધુ આવતા રહેવાની સલાહ આપી હતી, જેના પર અજયે કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા મારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.’ એક યુઝરે સામેના પાત્ર પાસે પ્રેમનો એકરાર કેવી રીતે કરવો એની સલાહ માંગી હતી, જેના જવાબમાં અજયે તેને ‘ઓરોં મેં કહાં દમ થા’ જોવા લઇ જવાની સલાહ આપી હતી. એક યૂઝરે અજયને કાજોલ વિશે પૂછ્યું કે તમારી પત્ની સાથેની તમારી ફેવરિટ તસવીર વિશે પૂછતા અજયે જણાવ્યું હતું કે એવી ઘણી તસવીર છે. અજયને તેના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવતા તેણે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ લીધું હતું. એક યુઝરે ‘સિંઘમ અગેઇન’ની તેની ફેવરિટ મોમેન્ટ વિશે સવાલ કર્યો તો જવાબમાં અજયે જણાવ્યું હતું કે, ‘સિંઘમ કમિંગ અગેન’. યુઝર્સના એક સવાલમાં અજયે તબ્બુ સાથેની મિત્રતાને તેની બહુ જૂની મિત્રતા ગણાવી હતી. એક યુઝરે અજયને ક્યુટ કહ્યું હતું, તેના પર અજયે પ્રતિક્રિયા આપી હતી કે, ‘કાજોલ તમારી વાત સાથે સહમત નહીં થાય.’
અજયની ફિલ્મ ‘ઓરોં મેં કહાં દમ થા’ અને જાન્હવી કપૂરની ફિલ્મ ‘ઉલ્જ’ આજે રિલીઝ થઈ ગઈ છે, તેથી બૉક્સ ઑફિસ પર બંને ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.