Paris Olympics 2024: પીવી સિંધુ ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક ચૂકી ગઈ, જાણો હાર પછી શું કહ્યું
પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024)ના છઠ્ઠા દિવસની શરૂઆત ભારત માટે ગૌરવપૂર્ણ રહી, પરંતુ દિવસનો અંત પણ નિરાશાજનક રહ્યો. ગઈ કાલે રાઈફલ શૂટિંગ સ્વપ્નિલ કુસાળે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો, તો બીજી તરફ દેશની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ (badminton player PV Sindhu) પેરીસ ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઈ. પીવી સિંધુ ઓલમ્પિક મેડલની હેટ્રિક ચૂકી ગઈ અને તેની પેરિસ ઓલિમ્પિક્સ 2024ની સફર સમાપ્ત થઈ ગઈ.
દેશની સ્ટારપ્લેયર પીવી સિંધુની પેરિસ ઓલિમ્પિક 2024ની સફર રાઉન્ડ ઓફ 16માં જ સમાપ્ત થઈ ગઈ હતી. સિંધુને ચીનની હી બિંગજિયાઓએ 21-19, 21-14થી હાર આપી હતી. આ પ્રથમ ઓલિમ્પિક છે જેમાં સિંધુ મેડલ જીત્યા વિના બહાર થઈ ગઈ છે. આ પહેલા તેણે રિયો 2016માં સિલ્વર મેડલ અને ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પીવી સિંધુએ પહેલા સેટની સારી શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બિંગજિયાઓએ લીડ મેળવી લીધી હતી. સિંધુએ 12-12 અને પછી 19-19થી બરાબરી કરી હતી, પરંતુ અંતે બિંગજિયાઓએ પહેલો સેટ 21-19થી જીતી લીધો હતો. સિંધુએ બીજા સેટમાં પણ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જિયાઓએ પ્રભુત્વ જમાવ્યું અને સેટ 21-14થી જીતી લીધો.
1 ઓગસ્ટ, 2021 ના રોજ, પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, તેણે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગજિયાઓને હરાવી હતી. ત્રણ વર્ષ બાદ 1 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં બંને ફરી સામસામે આવ્યા હતા. આ વખતે ચીનના ખેલાડીનો વિજય થયો હતો અને તેમણે સિંધુને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરી દીધી હતી.
આ હાર બાદ સિંધુ ઘણી નિરાશ દેખાઈ રહી હતી. તેણે કહ્યું કે તેની પોતાની ભૂલોને સુધારી શકી નહી નથી, ખાસ કરીને બીજા સેટમાં.
પીવી સિંધુએ કહ્યું- ” રમતમાં નિયમ છેમ એક જીતશે અને એક હારશે, અને આજે હું હારી ગઈ..” આ પછી તેણે કહ્યું- “મારે મારી ભૂલો પર કાબૂ રાખવો જોઈતો હતો… ખાસ કરીને બીજા સેટમાં ભૂલ સુધારવી જોઈતી હતી. પ્રથમ સેટમાં એક સમયે સ્કોર 19-19 હતો આ દુઃખની વાત છે કે હું તેને જીતમાં રૂપાંતરિત કરી ન શકી,.”
Also Read –