ઇન્ટરનેશનલનેશનલ

Israel હમાસ યુદ્ધની ભારત પર અસર પડી, એર-ઈન્ડિયાએ ફ્લાઇટ રદ કરી

નવી દિલ્હી : ઇઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારબાદ હાલમાં જ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ આક્રમક બન્યું છે. બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના શહેર તેલ અવીવની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે.

ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી
એર ઈન્ડિયાએ ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની ફ્લાઇટ રદ કરી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધી રહેલા તણાવને કારણે તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને હાલ માટે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.

1લી ઓગસ્ટે ફ્લાઇટ કેન્સલ
એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે. તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર તેણે 1 ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ AI139 અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ AI140 રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

ઇઝરાયેલ હમાસ યુદ્ધ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. યુદ્ધની વધુ ભડકે તેવી શક્યતા છે. તાજેતરમાં ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને મારી નાખ્યા હતા. જે બાદ યુદ્ધ વધુ વધી ગયું છે. આ પહેલા ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ જૂથે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધી પેલેસ્ટાઈનના હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button