સ્પોર્ટસ

આયરલેન્ડ સામે વન-ડેમાં ઇંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ: આઠ ઓવરમાં ફટકાર્યા ૧૦૦ રન

બ્રિસ્ટલ: બ્રિસ્ટલમાં રમાયેલી આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૩૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૨૮૦ રન બનાવ્યા હતા. દરમિયાન વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદના કારણે મેચને પરિણામ વિના જ રદ કરી દેવામાં આવી હતી.

આ મેચમાં ઇંગ્લેન્ડનો બેટ્સમેનોએ ખૂબ જ આક્રમક બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડના ઓપનરો આયરલેન્ડના બોલરો પર તૂટી પડ્યા હતા. ટીમના ઓપનર ફિલ સોલ્ટ અને વિલ જેક્સે એટલી તોફાની બેટિંગ કરી કે ટીમના ૧૦૦ રન માત્ર આઠ ઓવરમાં એટલે કે ૪૮ બોલમાં પૂરા થઈ ગયા.

જો આપણે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦ રન પૂરા કરવાની વાત કરીએ તો આ રેકોર્ડ ન્યૂઝિલેન્ડના નામે છે, તેણે વર્ષ ૨૦૧૫માં શ્રીલંકા સામે ૩૯ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ આ રેકોર્ડને તોડી શક્યું નહીં પરંતુ ઇંગ્લેન્ડે વન-ડે ઇતિહાસમાં સૌથી ઝડપી ૧૦૦ રન પૂરા કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી