નેશનલ

કવચ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે

નવી દિલ્હી: દેશમાં રેલવે અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે લોકસભામાં રેલવે પ્રધાન અને વિપક્ષના પ્રધાનો વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુસ્સાના અંદાજમાં જોવા મળ્યા હતા. રેલવે સુરક્ષા સહિત અન્ય મુદ્દે વાત કરતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રૂ. ૭.૮૯ લાખ કરોડની રેલવેની અનુદાનની માંગણીઓ મંજૂર કરી હતી અને તેમણે ગૃહને ખાતરી આપી હતી કે સરકાર ઓટોમેટિક ટ્રેન-પ્રોટેક્શન (ATP) સિસ્ટમ કવચને યોગ્ય રીતે લાગુ કરવા માટે તમામ પ્રયાસો કરશે.

અનુદાનની માંગ પરની ચર્ચાનો જવાબ આપતા વૈષ્ણવે કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કથિત રીતે પૂરતું કામ ન કરવા બદલ અગાઉની યુપીએ સરકારની ટીકા કરી હતી.
દુર્ભાગ્યે, કોંગ્રેસના ૫૮ વર્ષના શાસન દરમિયાન ૨૦૧૪ સુધી ભારતીય રેલવેમાં એક કિમી સુધી પણ ઓટોમેટિક ટ્રેન-પ્રોટેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી નહોતી. હું સ્વીકારું કરું છું કે ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા, પરંતુ તેને ફળિભૂત કરવા માટે કોઈ કેન્દ્રિત અભિગમ નહોતો. એમ વૈષ્ણવે કહ્યું હતું.

આ પણ વાંચો : …એટલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં ગુમાવ્યો પિત્તો અને…

તેમણે સમગ્ર રેલ્વે નેટવર્કમાં માનવરહિત લેવલ ક્રોસિંગને દૂર કરવા, ટ્રેનની અવરજવરના વધુ સારા સંચાલન માટે રેલ્વે સ્ટેશનો પર ઈલેક્ટ્રોનિક ઈન્ટર-લોકીંગના અમલીકરણમાં સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની યાદી આપી હતી.
વૈષ્ણવે કહ્યું હતું કે યુપીએ અને અમારી સરકારની કામ કરવાની શૈલી અલગ છે. અગાઉ, રેલવે જેવી મહત્વપૂર્ણ સિસ્ટમ સાથે વ્યવહાર કરવા માટે કોઈ ધ્યાન કેન્દ્રિત અભિગમ નહોતો. હવે અમે (વડા પ્રધાન નરેન્દ્ર) મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિત અભિગમ ધરાવીએ છીએ.

વૈષ્ણવે સમગ્ર રેલ્વે નેટવર્ક પર કવચના અમલીકરણ માટે કોઈ સમયરેખા આપી ન હતી, પરંતુ ઉલ્લેખ કર્યો હતો કે ઘણા નાના રેલ્વે નેટવર્ક ધરાવતા અનેક દેશોને ઓટોમેટિક ટ્રેન-પ્રોટેક્શન સિસ્ટમ લાગુ કરવામાં વીસ વર્ષથી વધુ સમય લાગ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button