સ્પોર્ટસ

વર્લ્ડકપ માટે શ્રીલંકાએ જાહેર કરી ટીમ: દાસુન શનાકા જ રહેશે કેપ્ટન

કોલંબો: ભારતમાં રમાનારા વર્લ્ડકપ ૨૦૨૩ માટે શ્રીલંકાએ ટીમની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ ૫ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દાસુન શનાકા વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમની કેપ્ટનશિપ કરશે. જ્યારે કુસલ મેન્ડિસ વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.

શ્રીલંકાની ટીમ તેના વિશ્ર્વ કપ અભિયાનની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામેની મેચથી કરશે. શ્રીલંકા અને સાઉથ આફ્રિકા ૭ ઓક્ટોબરે ટકરાશે. જ્યારે, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

વર્લ્ડકપ માટે શ્રીલંકાની ટીમ
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વાઈસ-કેપ્ટન), કુસલ પરેરા, પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, સદિરા સમરવિક્રમા, ચરિથ અસાલંકા, ધનંજય ડી સિલ્વા, દુશન હેમંથ, મહિષ તિક્ષ્ણા, દુનિથ વેલાલગે, કસુન રજિથા, મથશ પથિરાના, લહિરુ કુમારા અને દિલશાન મદુશંક
રિઝર્વ પ્લેયર- ચમિકા કરુણારત્ને

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?