ટોપ ન્યૂઝનેશનલ

Climate Change: 2 મહિના પછી દેશના એક ચતુર્થાંશ ભાગમાં વરસાદની અછત

નવી દિલ્હીઃ એક બાજુ આસામમાં આવેલા પૂર અને કેરળમાં ભારે વરસાદે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તો બીજી તરફ ભારતના ૩૬ હવામાન વિભાગોમાં ૨૫ ટકા ચોમાસાની અડધી સીઝન વીત્યા બાદ પણ વરસાદની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર દેશમાં જુલાઇમાં સામાન્ય કરતાં નવ ટકા વધુ વરસાદ થયો હતો (૩૦૬.૬ મીમી જ્યારે સામાન્ય વરસાદ ૨૮૦.૫ મીમી હોય છે) તથા ૧ જૂનથી અત્યાર સુધીનો કુલ વરસાદ ૪૫૩.૮ મીમી થયો છે, જ્યારે સામાન્ય વરસાદ ૪૪૫.૮ મીમી હોય છે, જે બે ટકા વધુ છે. જો કે જુલાઇમાં વરસાદની ટકાવારી ઘણી ઓછી હતી.
પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગાનું તટીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના ભાગોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જ્યારે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદની અછત ૩૫ ટકાથી ૪૫ ટકા સુધી રહી હતી.

પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની અછત ૩૦ જૂનના રોજ ૧૩.૩ ટકાથી વધીને ૩૧ જુલાઇના રોજ ૧૯ ટકા થઇ હતી અને આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી આ પ્રદેશમાં ૭૫૨.૫ મીમી સામાન્ય વરસાદની સરખામણીએ ૬૧૦.૨ મીમી વરસાદ નોંધાયો છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં જુલાઇમાં ૧૮૨.૪ મીમી વરસાદ નોંધાયો જ્યારે સામાન્ય વરસાદ ૨૦૯.૭ મીમી હોય છે, એટલે કે ૧૩ ટકાની ખાધ છે. આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં આ પ્રદેશમાં ૨૩૫ મીમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ ૨૮૭.૮ મીમી હોય છે એટલે કે ૧૮ ટકાની ખાધ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં અતિભારે વરસાદના પગલે અટવાયા પ્રવાસીઓ : 450 યાત્રિકોને પોલીસ સ્ટેશનના આશરે

મધ્ય ભારતમાં જુલાઇમાં સામાન્ય કરતાં ૩૩ ટકા વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં ૪૨૭.૨ મીમી વરસાદ થયો, જ્યારે સામાન્ય વરસાદ ૩૨૧.૩ મીમી હોય છે. એકંદરે આ ક્ષેત્રમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં ૫૭૪.૨ મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ ૪૯૧.૬ મીમી હોય છે.

જુલાઇમાં દક્ષિણ દ્વીપકલ્પમાં ૨૦૪.૫ મીમીના સામાન્ય વરસાદની સરખામણીમાં ૨૭૯.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે ૩૬ ટકા વધુ છે. એકદંરે આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ૪૬૩.૧ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય વરસાદ ૩૬૫.૫ મીમી હોય છે, જે ૨૭ ટકા વધુ છે. આ જ હાલત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબની છે.

આઇએમડીએ અગાઉ ઉત્તરપૂર્વ ભારતના ઘણા ભાગો અને ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણપૂર્વ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. બીજી તરફ મધ્ય અને પશ્ચિમ ભારતમાં ગોવામાં ૫૦ ટકા, મહારાષ્ટ્રમાં ૩૯ ટકા, ગુજરાતમાં ૨૩ ટકા અને મધ્યપ્રદેશમાં ૭ ટકા વધુ વરસાદ થયો છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં ૫૬ ટકા, આંધ્રપ્રદેશમાં ૪૩ ટકા, કર્ણાટકમાં ૩૩ ટકા અને પુડુચેરીમાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે.
આઇએમડી અનુસાર સમગ્ર સિઝન દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ, ઉત્તરપશ્ચિમમાં સામાન્ય અને દેશના મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. જૂન અને જુલાઇને ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના ગણવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. હવામાન એજન્સીઓને ઓગસ્ટ સુધીમાં લા નીનાની સ્થિતિ રચાવાની આશા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…