મહારાષ્ટ્ર સરકારે બ્રૉન્ઝ-વિજેતા સ્વપ્નિલ માટે જાહેર કર્યું આટલું ઇનામ…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમ જ તેમના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગુરુવારે કોલ્હાપુરના શૂટર સ્વપ્નિલ કુસાળેને પૅરિસ ઑલિમ્પિક્સમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: મનુ મિશન: ભારતીય મહિલા શૂટર હવે ત્રીજા મેડલને નિશાન બનાવશે
મુખ્ય પ્રધાને સ્વપ્નિલ માટે એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાત સાથે તેમણે જણાવ્યું હતું કે કુશાળેએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.
સ્વપ્નિલ કુસાળે ઑલિમ્પિક્સમાં 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. મુખ્ય પ્રધાન શિંદેએ સ્વપ્નિલને શૂટિંગની રમતમાં આગળ વધવા સંબંધમાં સરકાર તરફથી સપોર્ટ કરવાની પૂરી તૈયારી પણ બતાવી હતી.
આ પણ વાંચો: સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી
સીએમે પત્રકારોને જણાવ્યું હતું કે ‘મેં સ્વપ્નિલના પિતા સાથે તેમ જ તેના કોચ સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરી છે. તેમને અભિનંદન આપ્યા છે તેમ જ સ્વપ્નિલને ભવિષ્યમાં સપોર્ટ આપવાની ખાતરી આપી છે.’ ભારતે પહેલા ત્રણેય બ્રૉન્ઝ મેડલ શૂટિંગમાં મેળવ્યા છે.