આમચી મુંબઈમહારાષ્ટ્ર

દુનિયામાં પર્યાવરણ-કૃષિ ક્ષેત્રે મુખ્ય પ્રધાન શિંદેએ વગાડ્યો ડંકો, મળ્યો વૈશ્વિક પુરસ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સત્તામાં આવ્યા બાદ મહિલા-બાળ વિકાસ ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૌથી વધુ પ્રાધાન્ય કૃષિ અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રને આપ્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી અનેક પગલાં સરકાર તરફથી લેવામાં આવ્યા છે. જોકે,કૃષિ અને પર્યાવરણ ક્ષેત્રે મહારાષ્ટ્રમાં થઇ રહેલી કામગિરીની નોંધ હવે આખી દુનિયાએ લીધી છે અને મુખ્ય પ્રધાન શિંદેએ રાજ્યમાં કરેલી કામગિરીના કારણે મહારાષ્ટ્રનેવૈશ્ર્વિક સ્તરે પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ એગ્રીકલ્ચર ફોરમ તરફથી વૈશ્ર્વિક કૃષિ પુરસ્કાર 2024ની જાહેરાત કરવામાં આવી હતી અને આ પુરસ્કાર મહારાષ્ટ્રને આપવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રના સરચિટણીસ એન્ટિવો ગુટ્રેસે શાશ્વત વિકાસ, ક્લાઇમેટ
ચેન્જ(હવામાનમાં ફેરફાર) અને અન્ન સુરક્ષા માટે વિશ્ર્વના દેશોએ તાત્કાલિક પગલાં લેવાનું આહ્વાન કર્યું હતું. જેને પગલે મુખ્ય પ્રધાન શિંદેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્ર સરકારે વિવિધ યોજનાઓ શરૂ કરી અન્ય અનેક પગલાં લીધા હતા અને તેને સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો.

આ પણ વાંચો : ગણેશમંડળોને મંડપ ઊભા કરવા ઓનલાઈન મંજૂરી મળશે

રાજ્યમાં પર્યાવરણના રક્ષણ અને સંવર્ધન, અન્ન સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંની નોંધ લઇ મહારાષ્ટ્રને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હોવાની માહિતી વર્લ્ડ એગ્રિકલ્ચર ફોરમના ચેરમેન રુડી રેબિંગ્ઝે પત્ર દ્વારા આપી હતી. 26 ઑગસ્ટના રોજ અમેરિકામાં વૉશિંગ્ટન ડી.સી. ખાતે આ પુરસ્કાર આપવામાં આવશે અને સાથે ઇનામની એક લાખ ડૉલરની રકમ, ચાંદીની ટ્રોફી અને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

કૃષિ-પર્યાવરણ ક્ષેત્રે મહારાષ્ટ્રની હરણફાળ શિંદેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રમાં 21 લાખ હેક્ટર ક્ષેત્રમાં દેશનું સૌથી મોટું બાંબુ
મિશન, નંદુરબાર ખાતે ધડગાંવમાં 70 ગામોના સરપંચોએ કરેલી ફળોત્પાદન અંગેની માગણી પૂરી કરવી, 1 લાખ 20 હજાર એકર જમીન પર ગ્રીન કોરિડોર નિર્માણ કરવા ઉપરાંત કૃષિ કલ્યાણને લગતા 123 પ્રોજેક્ટ, 17 લાખ હેક્ટરની સિંચન ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ જેવા પગલાં લેવાયા હોવાથી મહારાષ્ટ્રને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પીએમ કિસાન નિધી યોજનાનું ભંડોળ બમણું, મફત-સસ્તાં દરે ખાતરની પુરવણી, તૃણધાન્યને પ્રધાન્ય, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીંવત કરવા માટે બાંબુમાંથી ટૂથબ્રશ-શેવિંગ કીટના સાધનોનું નિર્માણ, ખેતી માટે નેનો-ટેક્નોલોજીનો ઉપયોગ વગેરે અનેક પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સરકાર કેન્દ્ર સરકારની સહાય વડે શરૂ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…