લક્ષ્ય ભારતના જ પ્રણોયને હરાવી ક્વૉર્ટરમાં પહોંચી ગયો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના જ એચ. એસ. પ્રણોયને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી
બાવીસ વર્ષના લક્ષ્ય સેને પ્રણોયને 39 મિનિટ સુધી ચાલેલી મૅચમાં 21-12, 21-6થી પરાજિત કર્યો હતો.
લક્ષ્ય સેનની હાલમાં વિશ્ર્વમાં બાવીસમી અને પ્રણોયની 13મી રૅન્ક છે.
લક્ષ્ય સેન કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન છે અને 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ગુરુવારની મૅચમાં પ્રણોય પર મોટા ભાગે પ્રભુત્વ જમાવ્યું હતું.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતનો પ્રથમ પરાજય
મેન્સ બૅડમિન્ટનમાં આ પહેલાં ભારતીયોમાંથી પારુપલ્લી કશ્યપ (સાઇના નેહવાલનો પતિ) તથા કિદામ્બી શ્રીકાંત અનુક્રમે 2012ની લંડન ઑલિમ્પિક્સ અને 2016ની રિયો ઑલિમ્પિક્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.
લક્ષ્ય સેન હવે ક્વૉર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇના બારમા ક્રમાંકિત ચોઉ ટિએન ચેન સામે રમશે.