કળાના વિદ્યાર્થીઓ દ્વારા કલાગુરુ રવિશંકર રાવળના જન્મદિવસે અપાઈ સ્મરણાંજલિ
વલ્લભ વિદ્યાનગર: અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર અને આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’નું માન પામેલા રવિશંકર રાવળની આજે જન્મતિથિ છે. આ પ્રસંગને ઉજવવા માટે સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ દ્વારા રંગવર્ષા નામનો મહોત્સવ આયોજિત કરી વિદ્યાર્થીઓમાં જુદી જુદી કલાની વિધાઓનો ખ્યાલ આવે તે માટે વર્કશોપ, સેમીનાર,પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કર્યું. આ અંતર્ગત તારીખ પહેલી ઓગસ્ટ ના રોજ બંને કોલેજોના અધ્યાપકોના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.
આ પ્રસંગને ઉજવવા માટે કોલેજ દ્વારા રંગવર્ષા નામનો મહોત્સવ આયોજિત કરી વિદ્યાર્થીઓમાં જુદી જુદી કલાની વિધાઓનો ખ્યાલ આવે તે માટે વર્કશોપ, સેમીનાર,પ્રદર્શન અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કર્યું. આ અંતર્ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ બંને કોલેજોના અધ્યાપકોના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું.
આ પ્રદર્શનમાં ચિત્ર કનુ પટેલ, ભાવનાબેન પટેલ, કિશોર નડખડીવાળા,સૌરબિતા દાસ,જયદીપ બ્રહ્મભટ્ટ,દીપક ભટ્ટ અને રંજન ભોઈના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા , ઉપરાંત લલિત કલા અકાદમીના વિજેતા વિદ્યાર્થીઓના ચિત્રો પણ પ્રદર્શિત કર્યા હતા.
આ પણ વાંચો: દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર
આ પ્રસંગે ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, સહમંત્રી મેહુલભાઈ પટેલ અને વક્તા તરીકે કળા વિવેચક અને લેખક ડો. નિસર્ગ આહીર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કોલેજના વિદ્યાર્થીઓએ રવિશંકર રાવળના પોર્ટ્રેટની આકર્ષક રંગોળી કરી હતી.આ ચિત્રનું પ્રદર્શન તારીખ 8 ઓગસ્ટ સુધી કોલેજના સમય દરમિયાન ખુલ્લું રહેશે કલા પ્રેમીઓને મુલાકાત લેવા માટે પણ આમંત્રણ પાઠવવામા આવ્યું છે.
અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી અને આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’નું માન પામેલા રવિશંકર રાવળની આજે જન્મતિથિ છે. ભાવનગરમાં જન્મેલા રવિશંકર રાવળ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવી અભ્યાસ કર્યો હતો.
ઋષિભરત અને મૃગ’, ‘પરશુરામ’, ‘મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલના લગ્ન’, ‘ચાંદાપોળી’, ‘રાજકુમારી રુપાંદે’, ‘મુંજાલ’, ‘મહાત્મા મૂળદાસ’, ‘દક્ષ યજ્ઞભંગ’, ‘રૂપ અને રૂપરેખા’ વૃદ્ધ ટેલિયો’ વગેરે તેના પ્રખ્યાત ચિત્રો છે.