અમદાવાદ

અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…

અમદાવાદ: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપારને પોલીસ ઝડપી પડ્યું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 6,47,000ના ડ્રગ્સ ના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલી મહિલા પોતાન ઘરેથી જ આ કામ કરતી હતી, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનો પતિ કોઇ કામ કરતો ન હોવાથી તે આ કામ સાથે સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ SOGને બાતમી મળી હતી કે સાહિનબાનુ નામની મહિલા પોતાના મકાનમાં ડ્રગ્સનો ધંધો કરે છે અને હાલ તે ડ્રગ્સના જથ્થા સાથે હાજર છે અને સાંજે તેનો સાથીદાર આ જથ્થો લેવા આવવાનો છે. ત્યારબાદ SOGને મળેલી બાતમીના આધારે ટીમે શાહઆલમ નજીક આમજા ફ્લેટમાં પાંચમાં માળે સ્થિત મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સાહિનબાનુ યાસીનમીયા સૈયદ નામની મહિલાએ ઝડપી લીધી હતી અને આ મહિલા સાથે એક પુરૂષ આમિરખાન પઠાણની જડતી લીધા બાદ પ્લાસ્ટિકની ઝીપ લોક બેગમાં મળી આવેલી જેમાં MD ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: એન્ટિ નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: 24 કલાકમાં રૂ. 4.24 કરોડના ડ્રગ્સ સાથે ચાર પેડલરની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર શાહીનબાનુનો પતિ કોઇ કામ કરતો ન હોવાથી મહિલા આ ધંધાથી આવક કરે છે. આ સાથે તેનો સાથીદાર આમિરખાન ડ્રગ્સની આપ લે કરી આપે છે, જે બદલ શાહીનબાનુ તેને પગાર ચૂકવે છે. આ મહિલા ડ્રગ્સનો જથ્થો રામોલની રહેવાસી શરીનબાનુ પાસેથી મેળવતી હતી અને અત્યાર સુધીમાં લગભગ સાતથી આઠ વખત તેણે ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

શરીનબાનુ અને શાહીનબાનુ સામાજિક પ્રસંગમાં મળ્યા બાદ શાહીનબાનુનો પતિ કામ ન કરતો હોવાથી તે આ ધંધામાં શામેલ થઇ હતી. શરીનબાનુનો પતિ અકબરખાનની ડ્રગ્સ મામલામાં SOGએ અગાઉ પણ બે વખત ધરપકડ કરેલી છે. આ કેસમાં પણ તે બંનેની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આરોપીનો મોબાઈલ જપ્ત કરીને ગ્રાહકોની પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: દ્વારકામાં હિલ્લોળા લેતો ડ્રગ્સનો દરિયો – પ્લાન ‘ઉડતા ગુજરાત’ ? વધુ 11 કરોડનું ચરસ ઝડપાયું

પોલીસના જણાવ્યા અનુસાર ઘરેથી જ ગ્રાહકો ડ્રગ્સ ખરીદી કરવા આવતા હોવાનું જાણવા મળ્યું છે અને તેમાં મોટાભાગે તેના જાણીતા અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. પોલીસ તેનો મોબાઈલ કબજે કર્યો છે અને સાથે જ શરીનબાનુની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજુ બંને પોલીસ પકડથી દૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button