કંઇક આ રીતે પુત્ર-પુત્રવધુથી વિદાય લીધી નીતા અંબાણીએ, વીડિયો જુઓ
નીતા અંબાણી પેરિસ ઑલિમ્પિકના ઉદ્ઘાટનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયા હતા. તેમની સાથે બાદમાં મુકેશ અંબાણી અને દીકરી ઇશાનો પરિવાર તેમ જ પુત્ર અનંત અને પુત્રવધુ રાધિકા પણ જોડાયા હતા. પેરિસની ગલીઓમાં મઝા માણતા અનંત-રાધિકાના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા. જ્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી પરત આવવા માટે નીકળ્યા ત્યારે તેમણે તેમના પુત્ર અનંત અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટને વિદાય આપતો હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઓલિમ્પિક્સ જોવા પેરિસમાં હાજર રહેલા અંબાણી પરિવારના નીતા અને મુકેશે ફ્રાન્સની રાજધાની છોડીને જતા સમયે હૃદયસ્પર્શી પારિવારિક ક્ષણ દર્શાવી હતી. નીતા અંબાણી પુત્રવધુ રાધિકાને ગળે મળ્યા હતા અને નજીક ઊભેલા અનંતને ગાલ પર કીસ કરી હતી. રાધિકાએ પણ તેમને ભાવભરી વિદાય આપી હતી.
આ પણ વાંચો : Akash Ambaniએ Amitabh Bachchanને કેમ કહ્યું અનંત સબ જાનતા હૈ…
નીતા અંબાણીએ સ્ટાઇલિશ શેડેડ ગુલાબી લુઝ ફિટીંગ શર્ટ અને પેન્ટ હેર્યું હતું, જેમાં તેઓ ઘણા સુંદર લાગી રહ્યા હતા. અનંત અંબાણી રંગબેરંગી પ્રિન્ટેડ શર્ટ અને ડાર્ક શોર્ટ્સમાં હતા. મુકેશ અંબાણી સાદા કાળા ઝિપ-અપ સ્વેટરમાં હતા અને રાધિકાએ સિમ્પલ વાઇટ કલરનો સ્લીવલેસ કોટનના ગાઉનમાં સજજ હતી. નીતા અંબાણીએ સનગ્લાસીસ પહેર્યા હતા અને આકર્ષક હેન્ડબેગ કેરી કરી હતી.
અંબાણી પરિવારનો આ વીડિયો જોઇને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકોને તેમનો ફેમિલી બોન્ડ ઘણો પસંદ આવ્યો છે.