નેશનલ

પાણી પાણી થઇ સંસદ, CPWDએ જણાવ્યું કારણ

નવી દિલ્હીઃ જ્યારથી કેન્દ્રમાં ત્રીજી વખત પીએમ મોદીની સરકાર બની છે, ત્યારથી વિપક્ષી પાર્ટી રામ મંદિરની લીકીંગ છત અને વંદે ભારત ટ્રેનની લીકીંગ છતને લઈને કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે. ભારે વરસાદને કારણે તાજેતરમાં દિલ્હીમાં પાણી ભરાઇ ગયા હતા અને અનેક વિસ્તારો પાણીમાં ડુબી ગયા હતા.

નવા સંસદ ભવન પર પણ વરસાદની અસર જોવા મળી હતી. સંસદની અંદર છત પરથી પાણી ટપકતું જોવા મળ્યું હતું. વિપક્ષે છત પરથી ટપકતા પાણીને લઇને સરકાર પર નિશાન તાક્યું હતું કૉંગ્રેસે સ્થગિત પ્રસ્તાવની નોટિસ આપી છે.

હવે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD) એ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે અને જણાવ્યું છે કે ભારે વરસાદ પછી ભારે ગરમીને કારણે, લોકસભાની સ્કાયલાઇટ પરના ગ્લાસનું સિલિકોન નાશ પામ્યું હતું. જોકે, આ સમસ્યા તુરંત ઉકેલી લેવામાં આવી હતી.

આ પણ વાંચો: નવા સંસદ ભવનની છતમાંથી પાણી ટપક્યું, પરિસરમાં પાણી ભરાયા, કોંગ્રેસે નોટીસ જાહેર કરી

જોકે, આ મુદ્દે વિપક્ષને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવાનો મોકો મળી ગયો હતો. કૉંગ્રેસના એક સાંસદે એનડીએ સરકારને ટોણો મારતા કહ્યું હતું કે બહાર પેપર લીક અને સંસદની અંદર છત પરથી પાણી લીક થાય છે.

આમ આદમી પાર્ટીએ સરકારને ટોણો મારતા કહ્યું હતું કે 1200 કરોડ રૂપિયાથી બનેલી સંસદને હવે માત્ર 120 રૂપિયાની ડોલનો ટેકો છે.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, આ નવી સંસદ કરતાં જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ઠાલવવાનો કાર્યક્રમ ચાલે ત્યાં સુધી જુની સંસદથી કામ ચલાવવું જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button