દુલ્હન બનવા તૈયાર જ છે કેટરિના કૈફ, જાણો કોણ છે Mystry Man…
અહં.. હેડિંગ વાંચીને તમે કંઈ પણ પ્રકારની ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈસાબ અહીં અમે પંજાબની કેટરિના કૈફ તરીકે ઓળખાતી એક્ટ્રેસ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) વિશે વાત કરી રહ્યા છીએ. શહેનાઝ હાલમાં અમેરિકામાં છે અને ત્યાંથી પણ તે પોતાના ફેન્સને મળી રહી છે, ઈવેન્ટ્સ એટેન્ડ કરી રહી છે. એટલું જ નહીં પણ યુટ્યુબ વ્લોગિંગની મદદથી તે ફેન્સને પળેપળની માહિતી પણ આપી રહી છે. આ જ દરમિયાન તેણે ફેન્સને જણાવ્યું હતું કે તે ક્યારે લગ્ન કરવાની છે. આવો જોઈએ કોણ છે એ મિસ્ટ્રી મેન જેની સાથે સાત ફેરા લેશે શહેનાઝ ઉર્ફે પંજાબની કેટરિના કૈફ…
એક ફેન સાથેની વાતચીતમાં શહેનાઝ ગિલે મિસ્ટ્રી મેન અને પોતાના લગ્ન વિશે જવાબ આપતા જણાવ્યું હતું કે મને એક સિમ્પલ વેડિંગ જોઈએ છે પણ હા જો દુલ્હેરાજાની ઈચ્છા હશે જો ધૂમધડાકા અને શો-શાઈનવાળા લગ્ન પણ કરી શકાય છે. લગ્ન સિમ્પલ હોય કે ડ્રીમ કેવી પણ હોય લગ્ન થવા જોઈએ એક પોઈન્ટ પર. પરંતુ મારા લગ્નમાં તો હજી ટાઈમ છે એટલે આપણે અત્યારે એ વિશે વાત ના કરીએ એ જ સારું છે.
આ પણ વાંચો : Hand Bagની આડમાં શું છુપાવી રહી છે Sonakshi Sinha? ફેન્સ મૂંઝવણમાં…
આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મને જેવો પણ છોકરો મળશે અને જો એ લગ્ન માટે તૈયાર હશે તો એને જ પૂછી લઈશું કે એને કયા ટાઈપની વેડિંગ જોઈએ છે? જો સિમ્પલ છોકરો મળશે તો સિમ્પલ કરીશું અને જો એને દેખાડો કરવો હશે તો એવી શો-શાઈનિંગવાળા લગ્ન કરીશું. મને કોઈ જ પ્રોબ્લેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેનાઝ ગિલ આજે પણ તેના દિવંગત મિત્ર સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ઈમોશનલ થઈ જાય છે. એક્ટ્રેસ તે ક્યારે લગ્ન કરશે એના વિશે કોઈ અપડેટ નથી આપી ન તો તેણે તે કોઈને ડેટ કરી છે એવી હિન્ટ આપી છે. જોકે, રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે શહેનાઝ એક્ટર રાઘવ જુયાલને ડેટ કરી રહી છે. પરંતુ બંનેમાંથી કોઈએ આ વાતને લઈને ખુલાસો નથી કર્યો.