આમચી મુંબઈવેપાર અને વાણિજ્ય

સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપનાં ફેડરલના સંકેતે સોનામાં રૂ. ૫૯૬નો અને ચાંદીમાં રૂ. ૫૬૮નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતના સંકેત આપવાની સાથે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા આજે લંડન ખાતે સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૪થી ૫૯૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૫૬૮નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયો નબળો પડતાં હાજરમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. ખાસ કરીને સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી રહી હોવા છતાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯૪ વધીને રૂ. ૬૯,૬૨૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯૬ વધીને રૂ. ૬૯,૯૦૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૬૮ વધીને રૂ. ૮૩,૫૪૨ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો : સોનામાં ₹ ૬૨૯નો અને ચાંદીમાં ₹ ૧૨૬નો ઉછાળો

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલની બે સપ્તાહની ઊંચી ઔસદીઠ ૨૪૪૫.૩૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ૨૪૯૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૯૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે બે દિવસીય નીતિવિષયક બેઠક પશ્ર્ચાત્ત જણાવ્યું હતું કે જો અમેરિકી અર્થતંત્ર આ જ ગતિએ આગળ વધતુ રહેશે તો ફુગાવા સામેની બે વર્ષ કરતાં વધુ સમયગાળાની લડતનો અંત આવશે અને વહેલામાં વહેલા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત થશે. આમ ફેડરના વ્યાજદરમાં કપાતના સંકેત ઉપરાંત મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ સાથે સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતાં ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો.

જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે તો સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેશે અને આ વર્ષે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલના હેડ પીટર ફંગે વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના ડેટા પર સ્થિર થઈ છે અને જો ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવે તો સોનાના ભાવમાં હાલના મથાળેથી ઘટાડો જોવા મળે તેવી શક્યતા સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સેમ્પસને જણાવ્યું હતું, જ્યારે અન્ય એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં હમાસના નેતા ઈસ્માઈલ હનિયાના મોત બાદ મધ્યપૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક સ્થિતિ વણસવાને કારણે આગામી સમયગાળામાં સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…