ઇન્ટરનેશનલ

દિલ્હીમાં જૂની એક્સાઇઝપૉલિસી લંબાવાય તેવી શક્યતા

નવી દિલ્હી: દિલ્હીમાં ગયા વર્ષે ૧લી સપ્ટેમ્બરના રોજ લાગૂ કરવામાં આવેલી જૂની એક્સાઇઝ પોલિસી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. હાલની પોલિસી ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની તૈયારીમાં છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર દ્વારા નવી નીતિની જાહેરાત કરવાની બાકી છે. ગયા વર્ષે જુલાઇમાં લેફટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ અગાઉના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઇ તપાસની ભલામણ કર્યા પછી સરકારે તેની નવી નીતિ રદ્દ કરીને જૂની નીતિ અપનાવી હતી. હાલની એક્સાઇઝ પોલિસી ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ દિલ્હી સરકાર દ્વારા નવી નીતિ તૈયાર અને અમલમાં ન આવે ત્યાં સુધી અવેજી વ્યવસ્થા તરીકે લાગૂ કરવામાં આવી હતી. આ પોલિસી ૩૧ માર્ચે સમાપ્ત થવાની હતી, પરંતુ દિલ્હી સરકારે તેને છ મહિના માટે ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી હતી.

દરમિયાન હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટ(એચસીઆર) કેટેગરીના એક્સાઇઝ લાયસન્સધારકોને તેમની પરમિટના નવીકરણ માટે જરૂરી પોલીસ ચકાસણીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, એમ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનના ખજાનચી મનપ્રીત સિંઘે જણાવ્યું હતું. જો કે તેઓએ દાવો કર્યો હતો કે આબકારી વિભાગે આશ્વાસન આપ્યું છે કે, પોલીસ વેરિફિકેશનને લીધે એચસીઆર કેટેગરીના લાયસન્સ રિન્યૂ કરવામાં કોઇ સમસ્યા નહીં આવે. ઓગસ્ટમાં એક્સાઇઝ વિભાગે હોટલ, ક્લબ અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો અને પેઢી ભાગીદારો માટે તેમના પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્રો સબમિટ કરવાનું ફરિજયાત બનાવ્યું હતું. શહેરમાં ૯૭૦થી વધુ એચસીઆર કેટેગરીના લાસન્સધારકો છે. જેમાંથી ૪૦૦ લાસઇસન્સધારકોએ વેરિફિકેશન માટે પોલીસનો સંપર્ક કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button