મનોરંજન

મોતિયાની સર્જરીની અફવા વચ્ચે આ ક્યાં પહોંચી ગયો કિંગ ખાન!

શાહરૂખ ખાને બુધવારે મુંબઈમાં આયોજિત ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બર્થડે પાર્ટીમાં હાજરી આપી હતી. સિદ્ધાર્થ આનંદના જન્મદિવસના અવસર પર શાહરૂખ ખાન સંપૂર્ણપણે અલગ અંદાજમાં પ્રવેશ કરતો જોવા મળ્યો હતો.

સિદ્ધાર્થ આનંદના જન્મદિવસની ઉજવણી બુધવારે મધ્યરાત્રિની આસપાસ બીકેસીની એક રેસ્ટોરન્ટમાં થઈ હતી, જ્યાં શાહરૂખ ખાન તેની રોલ્સ રોયસમાં પહોંચતો જોવા મળ્યો હતો. શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે ત્યાં પહોંચ્યો હતો. પાપારાઝીઓથી બચવા તેણે રસોડામાંથી પાર્ટીમાં એન્ટ્રી મારી હતી.. સીધા રસ્તે જવાને બદલે કિચનમાંથી એન્ટ્રી લેવાની શાહરૂખ ખાનની સ્ટાઇલ હવે ચર્ચામાં આવી ગઇ છે.

શાહરૂખ ખાન કેઝ્યુઅલ લુકમાં પહોંચ્યો હતો. શાહરૂખ ખાને બ્લેક ટી-શર્ટ, ડાર્ક બ્લુ જેકેટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. મોડી રાત હોવા છતાં શાહરૂખે ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા. શાહરૂખ ખાને પોનીટેલમાં વાળ બાંધ્યા હતા. શાહરૂખ ખાને રાહ જોઈ રહેલા ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વિના ખૂબ જ શાંત રીતે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની આંખની સર્જરીની અફવાઓને લઈને વધુ અટકળો શરૂ થઈ ગઈ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાને 2023માં સતત ત્રણ હિટ ફિલ્મો પઠાણ, જવાન અને ડાંકી આપ્યા બાદ થોડો બ્રેક લીધો છે. તે ટૂંક સમયમાં ધ કિંગ નામની ફિલ્મમાં જોવા મળશે. આમાં તેની સાથે અભિષેક બચ્ચન અને સુહાના ખાન પણ છે.

સિદ્ધાર્થ આનંદની વાત કરીએ તો શાહરૂખની કારકિર્દીને પાટા પર લાવવામાં તેણે મોટી ભૂમિકા ભજવી છે. તેની ફિલ્મ પઠાણથી શાહરૂખ ખાન ચાર ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફર્યો હતો. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 1000 કરોડ રૂપિયાનો ધંધો કરીને કમાણીના ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button